ભારતમાં બની રહેલી કોવિડ-19 વેક્સીનને મોટી સફળતા, હ્યુમન ટ્રાયલ માટે મળી મંજૂરી

0
5
ભારત બાયોટેક દ્વારા વિકસિત કરવામાં આવી રહેલી ભારતની પ્રથમ COVID-19 વેક્સીન - COVAXIN ™,ને માનવ પરિક્ષણના પ્રથમ અને બીજા તબક્કા માટે ડીજીસીઆઈએ મંજૂરી આપી દીધી
ભારત બાયોટેક દ્વારા વિકસિત કરવામાં આવી રહેલી ભારતની પ્રથમ COVID-19 વેક્સીન – COVAXIN ™,ને માનવ પરિક્ષણના પ્રથમ અને બીજા તબક્કા માટે ડીજીસીઆઈએ મંજૂરી આપી દીધી
  • ભારત બાયોટેક દ્વારા વિકસિત કરવામાં આવી રહેલી ભારતની પ્રથમ COVID-19 વેક્સીન – COVAXIN ™,ને માનવ પરિક્ષણના પ્રથમ અને બીજા તબક્કા માટે ડીજીસીઆઈએ મંજૂરી આપી દીધી

નવી દિલ્હી : ભારત બાયોટેક દ્વારા વિકસિત કરવામાં આવી રહેલી ભારતની પ્રથમ COVID-19 વેક્સીન – COVAXIN ™,ને માનવ પરિક્ષણના પ્રથમ અને બીજા તબક્કા માટે ડીજીસીઆઈએ મંજૂરી આપી દીધી છે. ભારતમાં તૈયાર થઈ રહેલી કોરોના વાયરસની પ્રથમ વેક્સીન છે, જેને માણસ પર ટ્રાયલ કરવાની મંજૂરી મળી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ પરિક્ષણ જુલાઈ 2020માં શરૂ થઈ જશે. ભારતમાં કોવિડ-19 વેક્સીનનું નિર્માણ કરનારી આ કંપની ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ અને નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીના સહયોગથી આ વેક્સીન તૈયાર કરવાના પ્રયાસમાં લાગી છે. SARS-CoV-2 તણાવને NIV, પૂણેમાં અલગ કરી દેવામાં આવ્યો, અને ભારત બાયોટેકમાં સ્થાનાંતરિત કરી દેવામાં આવી. ભારત બાયોટેક દ્વારા સ્વદેશી, નિષ્ક્રિય વેક્સીન વિકસીત અને નિર્માણ કરવામાં આવી રહી છે.

અમેરિકાની જેન્સન એન્ડ જોન્સન પણ જૂલાઈના બે અઠવાડીયા બાદ વેક્સીનનું હ્યુમન ટ્રાયલ શરૂ કરશે. કંપની હ્યુમન ટ્રાયલ માટે પહેલા નક્કી કરવામાં આવેલા સમયથી બે મહિના ઝડપથી કામ કરી રહી છે.

પૂરી દુનિયામાં 1 કરોડથી વધારે લોકો સંક્રમિત

પ્રાપ્ત માહિતી અનુસાર, કરોનાને લઈ ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા જે વેક્સિન પર કામ કરી રહ્યા છે, તે હવે અંતિમ સ્ટેજમાં પહોંચી ગઈ છે. હવે અંતિમ તબક્કામાં ક્લિનીકલ ટેસ્ટ કરવામાં આવશે, જેમાં એ શોધવામાં આવશે કે, આખરે આ વેક્સીન કેટલી કારગર છે.