Sunday, September 19, 2021
Homeભારતમાં મળનારી સૌથી મોંઘી કાર રોલ્સ રોયસની ફેન્ટમ, કિંમત રૂપિયા 11.35 કરોડ
Array

ભારતમાં મળનારી સૌથી મોંઘી કાર રોલ્સ રોયસની ફેન્ટમ, કિંમત રૂપિયા 11.35 કરોડ

ઓટો ડેસ્ક. ફ્રેન્ચ લક્ઝરી બ્રાન્ડ બુગાટીએ ગયા સપ્તાહે જિનેવામાં ‘લા વોચ્યુર નોર’ રજૂ કરી હતી. જે મોંઘી કાર બનાવનારા માટે એક ઉદાહરણ છે. આ કારની કિંમત અંદાજે 131.33 કરોડ રૂપિયા છે. હવે ભારતીય કાર બજારમાં વર્તમાન મોંઘાં મોડલ્સની વાત કરીએ તો તેની સામે વામણી સાબિત થશે. ભારતમાં મળનારી સૌથી મોંઘી લક્ઝુરિયસ કાર અંગે થોડી વિગતો અહીં પ્રસ્તુત છે.

રોલ્સ રોયસ ફેન્ટમ

રોલ્સ રોયસનું ફ્લેગશિપ મોડેલ છે ‘ફેન્ટમ’. તેની આઠમી જનરેશન કાર ભારતમાં મળી રહી છે. તેની કિંમત અંદાજે 11.35 કરોડ રૂપિયા છે. રોલ્સ રોયસની ‘ક્લિનન’ને દુનિયાની સૌથી મોંઘી એસયુવી કહેવાય છે. જે ભારતમાં લગભગ 7 કરોડ રૂપિયામાં મળી રહી છે. આ કંપનીની ‘ડોન’ ભારતમાં 6.25 કરોડ રૂપિયામાં વેચાઈ રહી છે.

લેમ્બોર્ગિની એવેન્ટાડોર એસવીજે

દુનિયામાં માત્ર 900 લેમ્બોર્ગિની એવેન્ટાડોર એસવીજે છે. દરેકની કિંમત 8.6 કરોડ રૂપિયાથી ઉપર છે. તેમાં 6.5 લિટરનું વી12 એન્જિન છે, જે 770 એચપીની તાકાત ધરાવે છે અને 720 એનએમ ટોર્ક પેદા કરે છે. શૂન્યથી 100ની ઝડપ પકડવામાં તેને માત્ર 2.8 સેકન્ડ લાગે છે. લેમ્બોર્ગિની ‘એવેન્ટાડોર એસ’ 5.89 કરોડ રૂપિયામાં મળી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments