Wednesday, September 29, 2021
Homeભારતમાં 23 માર્ચથી શરૂ થશે IPL ટૂર્નામેન્ટ, લોકસભાની ચૂંટણી જાહેર થયા પછી...
Array

ભારતમાં 23 માર્ચથી શરૂ થશે IPL ટૂર્નામેન્ટ, લોકસભાની ચૂંટણી જાહેર થયા પછી શિડ્યુલ જાહેર થશે

નેશનલ ડેસ્ક: ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી સીઝન 23 માર્ચથી ભારતમાં થવાની છે. આ વર્ષે લોકસભાની ચૂંટણી હોવાના કારણે પહેલાં આ મેચ વિદેશમાં થવાની શક્યતા હતી. જોકે હજી પણ ટૂર્નામેન્ટની ફાઈનલ તારીખ નક્કી થઈ નથી. ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થયા પછી જ મેચનું સમગ્ર શિડ્યુલ જાહેર કરવામાં આવશે.

બીસીસીઆઈ તરફથી કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની એજન્સીઓ સાથેની ચર્ચા પછી જ આઈપીએલની મેચ ભારતમાં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થયા પછી જ મેચનું સમગ્ર શિડ્યુલ જાહેર કરાશે.

ભારતીય ખેલાડીઓને મળશે માત્ર 9 દિવસનો સમય

23 માર્ચથી આઈપીએલ શરૂ થાય છે તેનો અર્થ એવો થાય છે કે, તેમાં ભાગ લેનાર ભારતીય ખેલાડીઓને માત્ર નવ દિવસનો જ આરામ મળશે. ભારતને 13 માર્ચ સુધી ઓસ્ટ્રેલિયા સાથે સ્થાનિક સિરીઝ રમવાની છે. આ સિરીઝમાં પાંચ વન-ડે અને બે ટી-20 મેચ રમાશે.

2009 અને 2014માં વિદેશમાં થઈ હતી આઈપીએલ

લોકસભા ચૂંટણીના કારણે 2009 અને 2014માં આઈપીએલ મેચ વિદેશમાં કરવામાં આવી હતી. 2009માં દક્ષિણ આફ્રિકામાં થયેલી ટૂર્નામેન્ટમાં ડેક્કન ચાર્જર્સ ચેમ્પિયન બન્યા હતા. જ્યારે 2014માં ભારત અને યુએઈમાં આઈપીએલ રમવામાં આવી હતી. યુએઈમાં ટૂર્નામેન્ટની શરૂઆતની 20 મેચ રમવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments