Wednesday, September 28, 2022
Homeભારતીય એરસ્ટ્રાઇકથી ડરી પાક વાયુસેના, અધિકારીઓને સચેત રહેવાના આદેશ
Array

ભારતીય એરસ્ટ્રાઇકથી ડરી પાક વાયુસેના, અધિકારીઓને સચેત રહેવાના આદેશ

- Advertisement -

ઇસ્લામાબાદઃ ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવના કારણે પાકિસ્તાનના વાયુસેના પ્રમુખે સોમવારે પોતાની સેનાને ઓર્ડર આપ્યો છે. તેઓએ પોતાની સેનાને કહ્યું કે, તેઓ આગળ પણ સચેત રહે. વાયુસેના પ્રમુખે કહ્યું કે, હાલ એવી સ્થિતિ છે જેને જોતાં એવું સ્પષ્ટ રીતે કહી શકાય છે કે, આપણાં પડકારો હજુ સુધી ખતમ નથી થયા. પુલવામા આતંકી હુમલા અને ત્યારબાદ ભારતીય વાયુસેના અને પાકિસ્તાની વાયુસેના વચ્ચે એરસ્ટ્રાઇક બાદ તેઓનું નિવેદન આવ્યું છે.

પાકિસ્તાનના ડૉન ન્યૂઝપેપર અનુસાર, પાકિસ્તાન વાયુસેનાના એક પ્રવક્તાએ જણાવ્યું કે, વાયુસેના પ્રમુખ મુજાહિદ અનવર ખાને એડવાન્સ ઓપરેટિંગ બેઝની મુલાકાત દરમિયાન આ વાત કહી. તેઓએ ફાઇટર અને લેન્ડિંગ ક્રૂ, એર ડિફેન્સ અને એન્જિનિયરિંગ કર્મચારીઓ, જવાનો અને નાગરિકોની વાતચીત કરી.

કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આત્મઘાતી હુમલામાં CRPFના 44 જવાન શહીદ થઇ ગયા હતા. ત્યારબાદ બંને દેશોની વચ્ચે તણાવ વધી ગયો હતો. વધતા જનાક્રોશની વચ્ચે ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરીના રોજ આતંકવાદ વિરોધી અભિયાન ચલાવ્યું હતું અને પાકિસ્તાનની અંદર ઘૂસીને જૈશ-એ-મોહમ્મદના કેમ્પને નિશાન બનાવ્યું હતું. બીજાં દિવસે પાકિસ્તાને 24 F-16 જેટસને લઇને જવાબી કાર્યવાહી કરી હતી.
વાયુસેના પ્રમુખ મુજાહિદ અનવર ખાને બાલાકોટમાં ભારતીય વાયુસેનાના હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, પડકારો હજુ સમાપ્ત નથી થયા અને આપણે દુશ્મનોના કોઇ પણ આક્રમણનો જવાબ આપવા માટે સચેત અને તૈયાર રહેવું જોઇએ. ગત સપ્તાહે પાકિસ્તાની વાયુસેના દ્વારા એક ભારતીય વિમાનને તોડી પાડવાની વાતને યાદ કરતા વાયુસેના પ્રમુખે કહ્યું કે, આખા દેશને પાકિસ્તાની એરફોર્સ પર ગર્વ છે જેણે શત્રુની સાથે હાલના સંઘર્ષમાં આપણાં દેશની સંપ્રભૂતાની રક્ષાનું શાનદાર કામ કર્યુ.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular