ભારતીય કાર્યક્રમો પાકિસ્તાનની સંસ્કૃતિને નુકસાન પહોંચાડી રહ્યા છેઃ PAK સુપ્રીમ કોર્ટ

0
41

ઇસ્લામાબાદ (પાકિસ્તાન): પાકિસ્તાનના ચીફ જસ્ટીસ સાકિબ નિસારે બુધવારે સુપ્રીમ કોર્ટમાં પાકિસ્તાનની ટીવી ચેનલો પર ભારતીય કાર્યક્રમો દર્શાવવા કે નહીં તે અપીલ અંગે સુનવણી કરી હતી. કોર્ટમાં જસ્ટીસ સાકિબ નિસારે કહ્યું કે, ભારતીય કાર્યક્રમો દર્શાવવાથી પાકિસ્તાનની સંસ્કૃતિને નુકસાન થઇ રહ્યું છે. Pemra (પાકિસ્તાન ઇલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટી)ના સલાહકાર જાફર ઇકબાલ કલાનૌરીએ જણાવ્યું કે, ચીફ જસ્ટીસની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની બેન્ચે વિદેશી કાર્યક્રમો પર પાકિસ્તાનમાં પ્રતિબંધ લાદ્યો છે. આ અગાઉ હાઇકોર્ટમાં આ અપીલ પર સ્ટે ઓર્ડર લગાવવામાં આવ્યો હતો.

ભારતીય કાર્યક્રમો પર પ્રતિબંધનો આદેશ

  • પેમરાએ હાઇકોર્ટના સ્ટે ઓર્ડર વિરૂદ્ધ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. હાઇકોર્ટે પણ પાકિસ્તાનની ટીવી ચેનલો પર ભારતીય કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો હતો.
  • ડૉન ન્યૂઝપેપરના રિપોર્ટ અનુસાર, ઓથોરિટીના ચેરમેન સલીમ બેગે કહ્યું કે, ફિલ્માઝિયા ચેનલ પર દર્શાવવામાં આવતા 65 ટકા કાર્યક્રમો વિદેશી છે, એટલે કે 80 ટકા કાર્યક્રમો વિદેશી હોય છે.
  • ચીફ જસ્ટીસે કહ્યું કે, અમે પાકિસ્તાની ચેનલો પર ભારતીય કાર્યક્રમોને દર્શાવવાની મંજૂરી ના આપી શકીએ. જ્યારે કોર્ટને જણાવવામાં આવ્યું કે, ફિલ્માઝિયા એક એન્ટરટેઇનમેન્ટ ચેનલ છે અને સમાચાર ચેનલ નહીં જેના ઉપર કોઇ પણ પ્રકારનો પ્રચાર દર્શઆવી શકાય.
  • પેમરાના વકીલની દલીલનો વિરોધ કરતા કહ્યું કે, આનાથી પણ આપણી સંસ્કૃતિ બગડી રહી છે. જજે ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં આગામી સુનવણી સુનિશ્ચિત કરી સુનવણી સ્થગિત કરી દીધી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here