Saturday, September 25, 2021
Homeભારતીય નેવીના પ્રવક્તા કેપ્ટન ડી.કે. શર્માનું સત્તાવાર નિવેદન : પાક.ને જવાબ આપવા...
Array

ભારતીય નેવીના પ્રવક્તા કેપ્ટન ડી.કે. શર્માનું સત્તાવાર નિવેદન : પાક.ને જવાબ આપવા 60 યુદ્ધજહાજ તૈનાત હતા

કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલા બાદ ભારતે આઇ.એન.એસ. વિક્રમાદિત્ય, પરમાણુ સમબરીન સહિતના શસ્ત્રો અને ૬૦ યુદ્ધ જહાજો જહાજો અરબ સાગરમાં તૈનાત કર્યા હોવાનું નિવેદન આજે ભારતીય નેવી દ્વારા આપવામાં આવ્યું છે.

નૌસેનાના અધિકારીઓનું કહેવું છે કે યુદ્ધજહાજો અને અન્ય શસ્ત્રોને મેગા એક્સરસાઇઝ માટે દરિયામાં ઉતારવામાં આવ્યા હતા પરંતુ પુલવામામાં આતંકી હુમલો થતા આ તમામ જહાજો અને શસ્ત્રોને સત્તાવાર રીતે અરબસાગરમાં તૈનાત કરવામાં આવ્યા હતા.

ભારતીય નેવીના સત્તાવાર પ્રવક્તા કેપ્ટન ડી.કે. શર્માનું કહેવું છે કે ભારતીય નેવીનીઆ વ્યૂહરચનાના કારણે પાકિસ્તાની નેવીએ સમગ્ર વ્યૂહરચના, જહાજો અને તાકાતનો ઉપયોગ મકરાણ સહિતની દરિયાઇ પટ્ટીઓ બચાવવામાં કરવો પડયો હતો અને તેઓ આગળ આવી ખૂલ્લા દરિયામા કોઇ હુમલો કે અન્ય સાહસ કરી શક્યા નહોતા.

કેપ્ટન ડી.ડી. શર્માનું કહેવું છે કે ભારતીય નેવી દ્વારા તે સમયે ‘ટ્રોપેક્સ’ નામનો યુદ્ધ અભ્યાસ ચાલી રહ્યો હતો. જેમાં પરમાણુ સબમરીન, ૬૦ યુદ્ધજહાજોએ ભાગ લીધો અને અને અભ્યાસના ભાગરૃપે આ જહાજોને ભારતના પશ્ચિમી દરિયા દરિયાકિનારે રાખવામાં આવ્યા હતા પરંતુ પુલવામા આતંકી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવગ્રસ્ત પરિસ્થિતિનું સર્જન થતા આ તમામ જહાજો અને શસ્ત્રોને સત્તાવાર રીતે વ્યૂહરચનાના ભાગરૃપે તૈનાત કરવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments