ભારતીય મૂળના અરોડા બ્રધર્સે 241 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો, ટોપ-50 ટેક્સપેયરમાં સામેલ

0
48

મર્સીસાઈડઃ ભારતીય મૂળના અરોડા બ્રધર્સ બ્રિટનમાં સૌથી વધુ ટેકસ ચુકવનારા ટોપ-50 લોકોમાં સામેલ છે. સિમન, બોબી અને રોબિન અરોડા નાણાંકીય વર્ષ 2017-18 માટે 240.64 કરોડ રૂપિયા (2.56 કરોડ પાઉન્ડ)નો ટેક્સ ભર્યો છે. ધ સન્ડે ટાઈમ્સે પ્રથમ વાર બ્રિટનના ટોપ-50 ટેક્સપેયરનું લિસ્ટ જાહેર કર્યું છે. તેમાં અરોડ બ્રધર્સનો 24મો નંબર છે. ઉતર-પૂર્વ ઈગ્લેન્ડના મર્સીસાઈડ શહેરમાં સ્થિત રિટેલ કંપની બીએન્ડએમ ચેન ઓફ ડિસ્કાઉન્ટ સ્ટોર્સમાં અરોડા બ્રધર્સનો 15 ટકા હિસ્સો છે. સિમન અરોડા કંપનીની સીઈઓ છે. આ બંનેની સંપતિ 21,260 કરોડ રૂપિયા(230 કરોડ પાઉન્ડ) છે.

સ્ટીફન રૂબિને સૌથી વધુ 1707 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો

  • ધ સન્ડે ટાઈમ્સના જણાવ્યા પ્રમાણે સ્પોર્ટસ વિયર કંપની પેંટલેન્ડના ચેરમેન સ્ટીફન રૂબિન યુકેના સૌથી મોટા ટેક્સપેયર છે. તેમણે 1,707.04 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો છે. તેમની સંપતિ 26,508 કરોડ રૂપિયા છે.
  • ગેમ્બલિંગ ફર્મ બેટ 365ની ડિનાઈઝ કોટ્સ અને પીટર કોટ્સે 1,466.04 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો છે. તે બીજા નંબર પર રહ્યાં છે. ત્રીજા નંબર પર વેક્યુમ કલીનર કંપનીના સર જેમ્સ ડાયસન રહ્યાં છે. તેમણે 1,201.32 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે.
  • ધ સન્ડે ટાઈમ્સના લિસ્ટમાં સામેલ 50 ટેક્સપેયરે કુલ 18,800 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે. તેમાં સન્ડે ટાઈમ્સે ગત વર્ષે બહાર પાડેલા 145 અબજપતિઓના લિસ્ટમાંથી 28 અને 855 કરોડપતિઓના લિસ્ટમાંથી 18 લોકો સામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here