Tuesday, December 7, 2021
Homeભારતીય મૂળના જય ચૌધરી વિશ્વના અબજોપતિઓમાં સામેલ થયા, તેની ફર્મની વેલ્યુ 3...
Array

ભારતીય મૂળના જય ચૌધરી વિશ્વના અબજોપતિઓમાં સામેલ થયા, તેની ફર્મની વેલ્યુ 3 અબજ ડોલર

સેન જોસ(યુએસ): ભારતીય મૂળના જય ચૌધરી(60)વિશ્વમાં અબજોપતિઓના લિસ્ટમાં સામેલ થયા છે. તે સાઈબર સિક્યોરિટી ફર્મ જીસ્કેલરના ફાઉન્ડર છે. જય સહિત સાઈબર સિક્યોરિટી ફર્મના 7 અબજોપતિઓની કુલ નેટવર્થ 9.5 અબજ ડોલર(67,450 કરોડ રૂપિયા) છે.

જય ઘણાં વર્ષો પહેલા સિલકોન વેલીના સુપરરિચમાં સામેલ થયા હતા. તેમના ફર્મ જીસ્કેલરની વેલ્યુ હવે લગભગ 3 અબજ ડોલર(21,300 કરોડ રૂપિયા) છે. જયે ગત મહિને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે મને પૈસા સાથે વધુ લાગવ નથી. મારી અત્યાર સુધીની સફળતાનું આ જ કારણ છે. મારો ટાર્ગેટ ઈન્ટરનેટ અને ક્લાઉડ બિઝનેસને સુરક્ષિત બનાવવાનો છે.
જીસ્કેલર ગત વર્ષે માર્ચમાં અમેરિકાના શેરબજારમાં લિસ્ટ થઈ હતી. પ્રથમ દિવસે શેર 106 ટકા ઉછળ્યો હતો. તે દિવસની ક્લોઝિંગ પ્રાઈસથી અત્યાર સુધીમાં શેરે 50 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. શેરબજારમાં કંપનીની માર્કેટ કેપ 6 અબજ ડોલર છે.
જયે 10 વર્ષ પહેલા જીસ્કેલર કંપની શરૂ કરી હતી. અગાઉ તેણે 4 સ્ટાર્ટઅપ વેચ્યા હતા. તેમણે સિનસિનાટી યુનિવર્સિટીમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, ઈન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગ અને કમ્પ્યુટર સાઈન્સમાં માસ્ટર્સ કર્યું છે. તે હાવર્ડ બિઝનેસ સ્કૂલમાં પણ અભ્યાસ કરી ચૂકયા છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments