નવી દિલ્હી / યુએસઃ ભારતમાં જન્મેલી ગીતા ગોપીનાથે ઇન્ટરનેશનલ ઇન્ફ્લેશન (IMF)ની ચીફ ઇકોનોમિસ્ટ તરીકે પદ સંભાળી લીધું છે. આઇએમએફના ઉચ્ચ પદે પહોંચનારી તે પ્રથમ મહિલા છે. તેઓએ મોરી ઓબ્સફેલ્ડનું સ્થાન લીધું છે, જે ગયા વર્ષે 31 ડિસેમ્બરના રોજ રિટાયર થઇ ગયા. ગીતાનો જન્મ ભારતના મૈસૂરમાં થયો છે. ઓક્ટોબરમાં ગીતા ગોપીનાથની નિયુક્તિ અંગે જણાવતા આઇએમએફની પ્રમુખ ક્રિસ્ટિન લગાર્ડે કહ્યું હતું, ગીતા વિશ્વની શ્રેષ્ઠ અર્થશાસ્ત્રીઓમાંથી એક છે. તેની પાસે શાનદાર એકેડમિક જ્ઞાન, બૌદ્ધિક ક્ષમતા અને વ્યાપક આતંરરાષ્ટ્રીય અનુભવ છે.
IMF પર પહોંચનારી ગીતા બીજી ભારતીય
-
IMF પર આ પદે પહોંચનાર ગીતા બીજી ભારતીય છે. આ પહેલાં ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન પણ આઇએમએફમાં ચીફ ઇકોનોમિસ્ટ રહી ચૂક્યા છે.
-
IMFના 11માં મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે નિયુક્ત ગોપીનાથે ધ હાર્વર્ડ ગેજેટને હાલમાં જ આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, આઇએમએફમાં તેઓની નિયુક્તિ ઉમદા સન્માન છે. આઇએમએફના નેતૃત્વમાં તેઓની નિયુક્તિ વિશ્વભરની મહિલાઓ માટે એક આદર્શ છે.
-
આઇએમએફમાં પોતાની જરૂરી જવાબદારીઓ અંગે ગીતાએ જણાવ્યું કે, મારાં પ્રયત્નો રહેશે કે હું આઇએમએફ માટે મહત્વપૂર્ણ નીતિગત સવાલોને લઇને બૌદ્ધિક નેતૃત્વને પ્રદાન કરી શકું.
-
જે રિસર્ચ પર હું ભાર આપવા ઇચ્છું છું, તેમાંથી એક આતંરરાષ્ટ્રીય વેપાર અને નાણામાં ડોલર જેવી પ્રમુખ મુદ્રાઓની ભૂમિકાને સમજવાની રહેશે. અમે અનુભવના આધારે અને વધુ પ્રયત્નો કરી શકીએ છીએ, જેથી દેશના ડોલરને એક્સપોઝ અને સમજવાની કોશિશ કરી શકાય.
-
મોટાંભાગે દેશ ડોલરમાં પોતાનો વેપાર કરે છે અને આતંરરાષ્ટ્રીય સ્તરે ડોલરમાં જ ઉધાર લે છે. આ ઇન્ટરનેશનલ પ્રાઇઝ સિસ્ટમ અને ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સિસ્ટમનો એક કેન્દ્રિય હિસ્સો છે, જેને આઇએમએફની સાથએ મળીને તેના પરિણામો અંગે જાણકારી મેળવવી રોમાંચક હશે.
કોણ છે ગીતા ગોપીનાથ?
ગીતા ગોપીનાથે દિલ્હી યુનિવર્સિટીથી બીએ અને દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ, યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનથી એમએની ડિગ્રી મેળવી છે. ત્યારબાદ તેઓએ અર્થશાસ્ત્રમાં પીએચડીની ડિગ્રી પ્રિન્સટન યુનિવર્સિટીથી 2001માં મેળવી હતી. 2001માં જ તેઓએ શિકાગો યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસરે પદે કામ કરવાનું શરૂ કરી દીધું.