ભારતીય રેલવેની મુસાફરોને મોટી ભેટ, હવે આ રીતે થશે ટ્રેનમાં પેમેન્ટ

0
36

ભારતીય રેલવેએ મુસાફરોને મોટી ભેટ આપી છે. મુસાફરોને ખુશખબરી આપતા ભારતીય રેલવે ખાન-પાન અને પર્યટન નિગમે (IRCTC) 25 જાન્યુઆરીએ મોટી ખુશખબર આપી છે. કેટરીંગ સેવાઓમાં પારદર્શિતા અને પેસેન્જર્સની સુવિધાને ધ્યાનમાં રાખીને આઈઆરસીટીસી તરફથી ઑન ધ સ્પૉટ બિલિંગ સેવા શરૂ કરી દેવામાં આવી છે. આ સુવિધાથી દરેક મુસાફરને રાહત મળી છે.

આ રીતે થશે પેમેન્ટ

આઈઆરસીટીસીની આ જાહેરાત બાદ હવે મુસાફર કાર્ડને pos (પૉઇન્ટ ઑફ સેલ) મશીન દ્વારા સ્વાઈપ કરીને પેમેન્ટ કરી શકશે. જેનાથી મુસાફરોને ફાયદો થશે, સાથે જ વેન્ડર દ્વારા વધુ ચાર્જ વસૂલી શકાશે નહીં. એક્સપ્રેસ ટ્રેનોમાં દરેક ડબ્બામાં ઓછામાં ઓછા 8 PoS મશીનો હશે. પરંતુ 15 ફેબ્રુઆરી સુધી આ એક અભિયાન ચલાવવામાં આવશે. ત્યારબાદ નક્કી કરવામાં આવશે કે બધા મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં PoS મશીનો તૈયાર છે કે નહીં.

બિલ ના મળવાથી પૈસા આપવાની જરૂર નથી

આ સંદર્ભમાં રેલવે પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું હતું કે આ કામને 31 માર્ચ પહેલા જ પૂર્ણ કરી લેવામાં આવશે. જો ખાવાનુ બિલ ના આપવામાં આવે તો પૈસા આપવાની જરૂર નથી. આ સાથે જ ગોયલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ટ્રેનમાં ‘Tips’ આપવાની કોઈ જરૂર નથી. તો IRCTCએ કહ્યું હતું કે પેન્ટ્રી કારો માટે 2191 મશીન તૈયાર કરાવવામાં આવ્યા છે. આગામી દિવસમાં વધુ મશીન આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here