ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં જૈશનાં મદરેસામાં આવેલી 4 ઈમારતો પર ઈઝરાયલી બોમ્બથી હુમલો કર્યો હતો

0
27

નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાએ 26મી ફેબ્રુઆરીના રોજ સવારે બાલાકોટમાં સ્થિત જૈશ-એ-મોહમ્મદનાં મદરેસા તલીમ-ઉલ-કુરાણની ઈમારતોને નિશાન બનાવી હતી. ઈન્ડિયન એક્સપ્રેસનાં એક રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કરાયો છે. સૂ્ત્રો પ્રમાણે, ટેકનીકલ ઈન્ટેલિજેન્સની સીમાઓ અને ગુપ્ત જાણકારીઓની ખામીને કારણે ઠાર થયેલા આતંકીઓની સંખ્યા જાણી શકાઈ નથી. મિરાજ-2000 વિમાનોએ મુઝફ્ફરાબાદ, ચકોટી અને બાલાકોટમાં 1000 કિલો બોમ્બ ફેંક્યા હતા. મીડિયા રિપોર્ટ્સમાં 350 આતંકીઓનાં ઠાર થયા હોવાની માહિતી મળી રહી છે.

 

ઈન્ટેલિજેન્સ એજન્સિઓ પાસે પુરાવા છે
સૂત્રો પ્રમાણે ઈન્ટેલિજન્સ એજન્સીઓ પાસે SAR (સિંથેટિક એપરચર રડાર)ની તસવીરો છે. જેમાં 4 ઈમારતોને નિશાન બનાવ્યા હોવાની તસવીરો જોવા મળી રહી છે. મિરાજ-2000 લડાકુ વિમાનોએ પાંચ એસ-2000 PGM (પ્રીસીશન-ગાઈડેડ મ્યૂનિશન) ફેંક્યા હતા. પીજીએમ એક સ્માર્ટ બોમ્બ છે જે ચોક્ક્સ નિશાન પર જ ફેંકવામા આવે છે.
જે ઈમારતો પર બોમ્બ ફેંકવામાં આવ્યા છે, તે મદરેસાનાં કેમ્પસમાં જ સ્થિત હતા. મદરેસાનું સંચાલન જૈશ દ્વારા જ કરવામા આવતુ હતુ. પાકિસ્તાને અહીં ભારત દ્વારા હુમલો કરાયો હોવાની પુષ્ટી કરી હતી. પરંતુ છેલ્લે તેને તેના નિવેદન પરથી પલટી મારીને કહ્યું કે, ન તો ત્યાં કોઈ આતંકી કેમ્પ હતા ન તો ત્યાં કોઈ ઈમારતો પર હુમલો કરાયો છે.
અધિકારીએ જણાવ્યું કે, પાકિસ્તાની આર્મીએ હુમલા પછી મદરેસા સીલ કેમ કરી દીધી? પત્રકારોને ત્યાં જવા કેમ ન દીધા? રડારથી મળેલા પુરાવાથી ખબર પડી હતી કે આ બિલ્ડીંગોનો ઉપયોગ ગેસ્ટહાઉસ તરીકે કરવામાં આવતો હતો જેમાં જૈશનાં આકા મસૂદ અઝહરનો ભાઈ રહેતો હતો. એલ આકારની આ બિલ્ડીંગનો ઉપયોગ આ લોકો પણ કરતા હતા. જ્યાં આતંકી બનવા માટેની ટ્રેનિંગ આપવામાં આવતી હતી.
મળતી માહિતી પ્રમાણે, મદરેસામાં પ્રવેશ કરનારા છાત્રો માટે એક-બે માળની ઈમારતોનો ઉપયોગ કરવામા આવતો હતો. એક અન્ય ઈમારતમાં  અંતિમ લડાકુ શિક્ષણ મેળવનારા આતંકીઓ રહેતા હતા, તે ઈમારતને પણ બોમ્બથી નષ્ટ કરાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here