ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાને ભારતીય ફિલ્મો બેન કરી

0
32

બોલિવૂડ ડેસ્ક: પુલવામા હુમલા નો ભારતીય વાયુસેના એ વળતો જવાબ આપ્યા બાદ પાકિસ્તાન સરકારે ભારતીય કન્ટેન્ટ ને બેન કરી દીધું છે. ગઈકાલે મંગળવારે ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં આતંકવાદીઓના અડ્ડાઓ પર બોમ્બ ફેંકીને એર સ્ટ્રાઇક કરી હતી. ભારતના આ વળતા જવાબ બાદ પાકિસ્તાનના ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટરે જણાવ્યું કે, પાકિસ્તાનમાં કોઈપણ ભારતીય ફિલ્મ રિલીઝ નહીં થાય કારણકે ભારતીય કન્ટેન્ટને બેન કરી દેવામાં આવ્યું છે.

પાકિસ્તાની ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટર ચૌધરી ફવાદ હુસૈને જણાવ્યું કે, દેશનાં ફિલ્મ એગ્ઝિબિટર્સ અસોસિએશન ઇન્ડિયન ફિલ્મ્સને બોયકોટ કરશે. તેમણે પાકિસ્તાન ઇલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટી (PEMRA)ને ભારતમાં બનેલી જાહેરખબરોને હટાવવા માટે સૂચના આપી છે.

14 ફેબ્રુઆરીના આત્મઘાતી હુમલા બાદ ઓલ ઇન્ડિયા સિને વર્કર્સ એસોસિએશન દ્વારા પાકિસ્તાની આર્ટિસ્ટને બેન કરી દેવાયા છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here