Tuesday, January 18, 2022
Homeભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનની સંસદમાં ઈમરાન ખાન મુર્દાબાદના નારા લાગ્યા
Array

ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનની સંસદમાં ઈમરાન ખાન મુર્દાબાદના નારા લાગ્યા

ભારતીય સેનાની કાર્યવાહી બાદ પાકિસ્તાનની સંસદમાં ઈમરાન ખાન મુર્દાબાદના નારા લાગ્યા છે. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના ઘરમાં ઘુસીને આતંકીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરતા હવે પાકિસ્તાનમાં ફફડાટ વ્યાપી ગયો છે. જેના કારણે સંસદમાં પણ પાકિસ્તાન મુર્દાબાદના નારા લાગ્યા હતા અને ઈમરાન ખાન વિરૂદ્ધ જુવાળ ફાટી નીકળ્યો હતો.

પહેલાથી અપાઈ હતી ચેતવણી

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને જોતાં પાકિસ્તાનના ત્રણ ભૂતપૂર્વ વિદેશી સચિવોએ તેમની સરકારને ચેતવણી આપી હતી કે તેઓ ભારત તરફથી ગમે ત્યારે આક્રમક કાર્યવાહી થઈ શકે છે. જેની સાથે નીપટવાની પૂરેપૂરી તૈયારી રાખે. કારણ કે આ વખતે ભારત શાંત બેસે એવું લાગતું નથી. આમ છતા પાકિસ્તાન મૂંગા મોઢે બેસી રહ્યું હતું.

એક પાકિસ્તાની અખબારમાં પ્રકાશિત મુજબ ત્રણ ભૂતપૂર્વ વિદેશી સચિવ રિયાઝ હુસૈન ખોખર, રિયાઝ મોહમ્મદ ખાન અને ઈનામુલ હકએ મીડિયા, રાજકીય નેતૃત્વ, ગુપ્ત માહિતી સંસ્થાઓ અને પાકિસ્તાનના લોકોને અપીલ કરી હતી કે તેઓ ભયાનક વાતાવરણની તૈયારીમાં રહે. વાતાવરણને સંતુલન કરવાનું અને પોતાને શાંતિથી પગલા લેવા માટે જવાબદારી સૌ કોઈ સંભાળો.

ભારતે આખરે પાકિસ્તાનને પોતાનો દમ બતાવી દીધો છે. પાકિસ્તાનમાં ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઈક સાથે સૌથી મોટી કાર્યવાહી કરી છે. ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને એલઓસી પર આતંકી કેમ્પો પર હુમલો કર્યો. મુઝફ્ફરાબાદના 30 કિલોમિટર અંદર બાલાકોટ પાસે કાર્યવાહી કરી. બાલાકોટ, ચકોટી, મુઝફ્ફરાબાદમાં આ કાર્યવાહી થઈ. પરોઢિયે સાડા ત્રણ વાગ્યે 12 મિરાજ વિમાનોએ એક સાથે હુમલો કર્યો.

આતંકી કેમ્પ અને જૈશના ઠેકાણાઓ પર એક હજાર કિલો બોમ્બથી હુમલો કર્યો. આ હુમલામાં ઘણા આતંકી અડ્ડા અને લોન્ચ પેડ નષ્ટ થયા છે. તો જૈશનો કંટ્રોલ રૂમ પણ તબાહ થયો છે. પાકિસ્તાનના ખૈબરપુખ્તુનવા પ્રાંતમાં વાયુસેનાએ કાર્યવાહી કરી. પાકિસ્તાન અને પીઓકેમાં ઘૂસીને વાયુસેનાના ચીફ બી.એસ.ધનોઆ અને એનએસએ અજિત ડોભાલના નેતૃત્વમાં સમગ્ર ઓપરેશન કરવામાં આવ્યુ.

વાયુસેનાએ લેજર ગાઈડેડ બોમ્બનો ઉપયોગ કર્યો હતો. મુઝફ્ફરાબાદના 30 કિલોમિટર અંદર બાલાકોટ પાસે કાર્યવાહી કરી. બાલાકોટ, ચકોટી, મુઝફ્ફરાબાદમાં આ કાર્યવાહી થઈ. બાલાકોટ પીઓકેનું નાનુ ગામ છે. જ્યાંથી આતંકીઓ સરહદ ક્રોસ કરીને ભારતમાં ઘૂસવાના પ્રયાસ કર્યો છે.

વાયુસેનાએ સમગ્ર કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ પણ કર્યું છે. ભારતના આ હુમલાથી પાકિસ્તાન ફફડી ગયું છે. ભારતના એક્શન પર પાકિસ્તાનની મોટી પ્રતિક્રિયા આવી. પાકિસ્તાને સ્વીકાર્યું કે એલઓસી પર ભારતીય વાયુસેનાની હાજરી હતી. પાકિસ્તાને કહ્યું કે તેણે પણ જવાબી કાર્યવાહી કરી. સુત્રોની માહિતી મુજબ વાયુસેનાએ પહેલી વખત એલઓસી પાર કરી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular