Tuesday, September 21, 2021
Homeભારતીય સેનાએ મ્યાનમારની સાથે જોઇન્ટ ઓપરેશનમાં અનેક આતંકી ઠેકાણાંઓ નષ્ટ કર્યાઃ સૂત્ર
Array

ભારતીય સેનાએ મ્યાનમારની સાથે જોઇન્ટ ઓપરેશનમાં અનેક આતંકી ઠેકાણાંઓ નષ્ટ કર્યાઃ સૂત્ર

નવી દિલ્હીઃ આતંકવાદ વિરૂદ્ધ ભારતનું કડક વલણ યથાવત છે. PoKમાં ભારતીય વાયુસેના તરફથી જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાંઓ પર થયેલી એરસ્ટ્રાઇકના થોડાં દિવસ બાદ જ ભારતીય સેનાએ હવે મ્યાનમાર બોર્ડર પર મોજૂદ આતંકીઓના અનેક ઠેકાણાંઓને નાબૂદ કર્યા છે. ભારતીય સેનાએ મ્યાનમાર સેનાની સાથે મળીને આ ઓપરેશનને અંજામ આપ્યો છે. આ ઓપરેશન 17 ફેબ્રુઆરીથી 2 માર્ચની વચ્ચે પાર પાડવામાં આવ્યું હતું.

સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, નોર્થ પૂર્વ માટે મોટાં અને મહત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ જે મ્યાનમારમાં સીત્તવે પોર્ટની મદદથી કોલકત્તાથી મિજોરમને જોડે છે, આ ત્રીજી સ્ટ્રાઇકમાં અહીં આવેલા આતંકી સંગઠનો નિશાના પર હતા.
મ્યાનમારના વિદ્રોહી જૂથ અરાકાન આર્મીએ મિઝોરમ સીમા પર નવા ઠેકાણાં બનાવેલા હતા, જે કલાદાન પ્રોજેક્ટને નિશાન બનાવી રહ્યા હતા. અરાકાન આર્મીને કાચિન ઇન્ડિપેન્ડન્સ આર્મી દ્વારા નોર્થ બોર્ડર ચીન સુધી ટ્રેનિંગ આપવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિદ્રોહીઓએ અરુણાચલથી નજીકના ક્ષેત્રોથી મિઝોરમ બોર્ડર સુધીની 1000 કિમીની યાત્રા કરી.
સૂત્રો અનુસાર, પહેલાં ચરણમાં મિઝોરમની બોર્ડર પર નવનિર્મિત શિબિરોને ધ્વસ્ત કરવા માટે મોટાં પાયે સંયુક્ત અભિયાન શરૂ કર્યુ હતું, જ્યારે ઓપરેશનના બીજા ભાગમાં ને ટાગામાં NSCN (K)ના મુખ્યાલયને નિશાન બનાવ્યું હતું અને અનેક શિબિરોને નષ્ટ કરી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, રોહિંગ્યા આતંકી જૂથ અરાકાન આર્મી અને નાગા આતંકી જૂથ NSCN (K) વિરૂદ્ધ 2 અઠવાડિયા સુધી લાંબા સંયુક્ત ભારત-મ્યાનમાર ઓપરેશન ચાલ્યું. આતંકી જૂથોએ કલાદાન મલ્ટી મોડલ પ્રોજેક્ટ હેઠળ ભારતની કનેક્ટિવિટી પરિયોજનાઓ વિરૂદ્ધ હુમલાની યોજના બનાવી હતી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments