Tuesday, September 21, 2021
Homeભારતીય સેનાનું મ્યાનમાર સાથે જોઇન્ટ ઓપરેશન, ચીન સમર્થિત 10 ઉગ્રવાદી કેમ્પો નષ્ટ
Array

ભારતીય સેનાનું મ્યાનમાર સાથે જોઇન્ટ ઓપરેશન, ચીન સમર્થિત 10 ઉગ્રવાદી કેમ્પો નષ્ટ

નવી દિલ્હીઃ આતંકવાદ વિરૂદ્ધ ભારતનું કડક વલણ યથાવત છે. PoKમાં ભારતીય વાયુસેના તરફથી જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાંઓ પર થયેલી એરસ્ટ્રાઇકના થોડાં દિવસ બાદ જ ભારતીય સેનાએ હવે મ્યાનમાર બોર્ડર પર મોજૂદ આતંકીઓના અનેક ઠેકાણાંઓને નાબૂદ કર્યા છે. પુલવામામાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાના બાલાકોટમાં ઘૂસીને કરેલી એરસ્ટ્રાઇક બાદ હવે અન્ય બોર્ડરને પણ સુરક્ષિત કરવામાં લાગી ગયું છે. આ કડીમાં ભારતીય સેનાએ મ્યાનમારની સેના સાથે મળીને 17 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી ચલાવેલા એક અભિયાનમાં મ્યાનમાર બોર્ડર પર એક ઉગ્રવાદી જૂથ સાથે સંબંધિત 10 શિબિરનો નષ્ટ કરી દીધી છે.


આ અભિયાનને ઓપરેશન સનરાઇઝ નામ આપવામાં આવ્યું હતું, જેમાં ચીન દ્વારા સમર્થિત કચિન ઇન્ડિપેન્ડન્ટ આર્મીના એક ઉગ્રવાદી સંગઠન, અરાકાન આર્મીને નિશાન બનાવવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, શિબિરોને મ્યાનમારની અંદરજ નષ્ટ કરવામાં આવી છે, આ અભિયાન 10 દિવસમાં પૂર્ણ થયું. ભારતીય સેનાએ મ્યાનમારને અભિયાન માટે હાર્ડવેર અને ઉપકરણો ઉપલબ્ધ કરાવ્યા હતા, જ્યારે મ્યાનમારે બોર્ડર પર મોટી સંખ્યામાં જવાનોને ગોઠવ્યા હતા. આ અભિયાનની જાણકારી અનુસાર, ઉગ્રવાદીઓ કોલકત્તાને સમુદ્ર માર્ગની મદદથી મ્યાનમારના સિત્તવેથી જોડતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવી રહ્યા છે. આ યોજના કોલકત્તાથી સિતવેના રસ્તે મિઝોરમ પહોંચવા માટે એક અલગ માર્ગ બનવાનો હતો. આ યોજના 2020 સુધી પૂર્ણ થશે.

આતંકી સંગઠનો નિશાના પર હતા
સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, નોર્થ પૂર્વ માટે મોટાં અને મહત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ જે મ્યાનમારમાં સીત્તવે પોર્ટની મદદથી કોલકત્તાથી મિજોરમને જોડે છે, આ ત્રીજી સ્ટ્રાઇકમાં અહીં આવેલા આતંકી સંગઠનો નિશાના પર હતા.
મ્યાનમારના વિદ્રોહી જૂથ અરાકાન આર્મીએ મિઝોરમ સીમા પર નવા ઠેકાણાં બનાવેલા હતા, જે કલાદાન પ્રોજેક્ટને નિશાન બનાવી રહ્યા હતા. અરાકાન આર્મીને કાચિન ઇન્ડિપેન્ડન્સ આર્મી દ્વારા નોર્થ બોર્ડર ચીન સુધી ટ્રેનિંગ આપવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિદ્રોહીઓએ અરુણાચલથી નજીકના ક્ષેત્રોથી મિઝોરમ બોર્ડર સુધીની 1000 કિમીની યાત્રા કરી.
સૂત્રો અનુસાર, પહેલાં ચરણમાં મિઝોરમની બોર્ડર પર નવનિર્મિત શિબિરોને ધ્વસ્ત કરવા માટે મોટાં પાયે સંયુક્ત અભિયાન શરૂ કર્યુ હતું, જ્યારે ઓપરેશનના બીજા ભાગમાં ને ટાગામાં NSCN (K)ના મુખ્યાલયને નિશાન બનાવ્યું હતું અને અનેક શિબિરોને નષ્ટ કરી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, રોહિંગ્યા આતંકી જૂથ અરાકાન આર્મી અને નાગા આતંકી જૂથ NSCN (K) વિરૂદ્ધ 2 અઠવાડિયા સુધી લાંબા સંયુક્ત ભારત-મ્યાનમાર ઓપરેશન ચાલ્યું. આતંકી જૂથોએ કલાદાન મલ્ટી મોડલ પ્રોજેક્ટ હેઠળ ભારતની કનેક્ટિવિટી પરિયોજનાઓ વિરૂદ્ધ હુમલાની યોજના બનાવી હતી.
ભારતીય સેનાએ ઓપરેશન દરમિયાન બોર્ડર પાર ના કરી
ભારત-મ્યાનમારની આર્મીએ અરાકાન આર્મીના સભ્યો વિરૂદ્ધ આ અભિયાન ચલાવ્યું હતું. આ ઉગ્રવાદીઓથી કાલાદાન મલ્ટી ટ્રાન્ઝિટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટને જોખમ હતું. આ પ્રોજેક્ટને ભારતના દક્ષિણ પૂર્વ એશિયામાં ગેટવે તરીકે જોવામાં આવે છે. જો કે, ભારતીય સેનાએ આ ઓપરેશન દરમિયાન બોર્ડર પાર નહતી કરી. ઓપરેશનનો હેતુ અરાકાન આર્મીના સભ્યોને ધ્વસ્ત કરવાના હતા.
અધિકારીઓએ જણાવ્યું કે, અરાકાન આર્મીના સભ્યો મિઝોરમ સીમાની નજીક ઇન્ટરનેશનલ બોર્ડરની નજીક આવી ગયા હતા. ઓપરેશન દરમિયાન ભારતીય સેનાએ નાગાલેન્ડ અને મણિપુર નજીક બોર્ડર પર સુરક્ષા વધારી દીધી હતી, જેથી ઉગ્રવાદી ભારતીય સીમામાં પ્રવેશ ના કરી શકે.
ભારતીય સેનાએ મ્યાનમારની સેનાને માહિતી આપી હતી. સેના પાસે એવી પણ ઇન્ફોર્મેશન હતી કે, અરાકાન આર્મીના કેટલાંક સભ્યો ભારતીય સીમામાં દાખલ થવાની યોજના પણ બનાવી રહી હતી. સૂત્રોએ જણાવ્યું કે, આ ઉગ્રવાદી સંગઠન દ્વારા મ્યાનમારમાં કેમ્પ બનાવવા બંને દેશો માટે મોટી સમસ્યા તરીકે જોવા મળે છે. ભારતીય આર્મીએ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટમાં કામ કરતા ભારતીય કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પણ આ ઓપરેશનને અંજામ આપ્યો.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments