Monday, January 24, 2022
Homeભારતીય PM-પ્રેસિડન્ટને મળશે US પ્રેસિડન્ટ જેટલી સુરક્ષા, અમેરિકા 2 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ...
Array

ભારતીય PM-પ્રેસિડન્ટને મળશે US પ્રેસિડન્ટ જેટલી સુરક્ષા, અમેરિકા 2 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ આપશે

વોશિંગ્ટનઃ અમેરિકાએ ભારતને પહેલીવાર મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ વેચવા પર સહમતિ વ્યક્ત કરી છે. 190 મિલિયર ડૉલર (અંદાજિત 1360 કરોડ રૂપિયા)ની આ ડીલ હેઠળ અમેરિકન ડિફેન્સ ડિપાર્ટમેન્ટ પેન્ટાગન ભારતની એર ઇન્ડિયા વનની બે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદશે. એર ઇન્ડિયા વન ભારતના વડાપ્રધાન અને પ્રેસિડન્ટની એર ડિફેન્સમાં લાગેલા એર સ્ક્વોડનું નામ છે.

ભારત-USના સંબંધો વધુ મજબૂત બનશે

અમેરિકન કોંગ્રેસમાં નોટિફિકેશન જાહેર

ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને બુધવારે જ અમેરિકન કોંગ્રેસ (સંસદ)માં ભારતની સાથે આ સોદાની મંજૂરીનું નોટિફિકેશન જાહેર કર્યુ છે. જે હેઠળ અમેરિકા ટૂંક સમયમાં જ ભારતને લાર્જ એરક્રાફ્ટ ઇન્ફ્રારેડ કાઉન્ટરમેસર્સ (લાયરકૅમ) અને સેલ્ફ પ્રોટેક્શન સૂટ્સ (SPS) નામની બે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ આપશે. ભારત સરકારે થોડાં દિવસ પહેલાં અમેરિકન સરકારને આ બંને સિસ્ટમ ખરીદવાની અરજી મોકલાવી હતી.

પેન્ટાગન અનુસાર, આ ડીલની મદદથી ભારત અને અમેરિકાની વચ્ચે સંબંધો વધુ મજબૂત બનશે. સાથે જ અમેરિકાની ડિપ્લોમસી અને વિદેશ નીતિ માટે પણ આ એક નવું પરિમાણ હશે.

PMને એરફોર્સ-1 બરાબર સુરક્ષા

આ ડિફેન્સ સિસ્ટમને બોઇંગ-777 એરક્રાફ્ટમાં લગાવવામાં આવશે. ભારત સરકાર ટૂંક સમયમાં જ એર ઇન્ડિયા પાસેથી આ માટે બે બોઇંગ-777 વિમાન ખરીદી શકે છે. આ સિસ્ટમ્સની મદદથી ભારતીય વડાપ્રધાન અને પ્રેસિડન્ટને મળનારી હવાઇ સુરક્ષા અમેરિકાના પ્રેસિડન્ટને મળતી સુરક્ષા એરફોર્સ-1ની સરખા સ્તરની બની જશે.

પાઇલટની એક્શન વગર મિસાઇલ નષ્ટ થશે

અમેરિકન વૈજ્ઞાનિકોના સંઘ અનુસાર, લાયરકૅમ સિસ્ટમ મોટાં વિમાનોને નાની મિસાઇલ્સથી બચાવે છે. હુમલાની જાણકારી માટે આ સિસ્ટમ એકવારમાં જ અનેક સેન્સર્સનો ઉપયોગ કરે છે. વિમાનમાં ફિટ થયા બાદ તે ક્રૂને મળતો વોર્નિંગ ટાઇમ વધારી દે છે. સાથે જ તે મધ્યમ અંતરની મિસાઇલ સિસ્ટમ પર ઓટોમેટિકલ પલટવાર પણ કરી દે ચે. આ માટે વિમાનના ક્રૂને પોતાના તરફથી કોઇ એક્શન લેવાની નહીં રહે. પાઇલટ્સને માત્ર એટલી જાણકારી મળી જાય છે કે, મિસાઇલે હુમલાને પારખીને તેને નષ્ટ કરી દીધો છે.

ક્ષેત્રમાં સૈન્ય સંતુલન નહીં બગડે

પેન્ટાગને સ્પષ્ટતા કરી છે કે, ભારતને મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ આપવાથી ઉપખંડમાં સ્થાપિત સૈન્ય સંતુલન કોઇ પ્રકારે નહીં બગડે. અમેરિકાએ પહેલેથી જ ભારતને પોતાના ચીફ ડિફેન્સ એસોસિયેટનો દરજ્જો આપ્યો છે. આ દરજ્જાના કારણે જ અમેરિકા સરળતાથી ભારત સાથે પોતાની ટેક્નિક શૅર કરે છે. ગત વર્ષે બંને દેશોએ એકબીજાંની શ્રેષ્ઠ સુરક્ષા અને સંપર્ક માટે કૉમકાસા સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular