Sunday, October 24, 2021
Homeભારતે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ બાદ વનડે સિરીઝ પણ 2-1 થી જીતી ઇતિહાસ રચ્યો
Array

ભારતે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ બાદ વનડે સિરીઝ પણ 2-1 થી જીતી ઇતિહાસ રચ્યો

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતે 7 વિકેટે મેચ જીતીને ઑસ્ટ્રેલિયામાં પ્રથમ વખત બાઈલેટરલ સિરીઝ જીતી છે. તે સિવાય ભારત પ્રથમ દેશ બન્યો છે જેણે ઓસ્ટ્રેલિયામાં ત્રણેય ફોર્મેટમાં સિરીઝ જીતી હોય. 231 રનના લક્ષ્યનો પીછો કરતા ભારત માટે એમએસ ધોનીએ સિરીઝમાં સતત ત્રીજી અને કરિયરની 70 ફિફટી ફટકારતા 87*રનની ઇંનિંગ્સ રમી, રનચેઝમાં સૌથી મહત્વની ભૂમિકા ભજવી હતી. વિરાટ કોહલી 113 રને આઉટ થતા મેચ બરાબરી પર હતી પરંતુ ત્યારે ધોની અને જાધવે 121 રનની ભાગીદારી સાથે ઓસ્ટ્રેલિયાને મેચમાં પરત ફરવાનો કોઈ ચાન્સ આપ્યો ન હતો. જાધવે 61 રનની ઉપયોગી ઇંનિંગ્સ રમી હતી.

 

ભારતના ટોપ ત્રણ બેટ્સમેનમાંથી કોઈએ પણ ફિફટી ન ફટકારી હોય, તેવા સંજોગમાં આ ભારતનો સૌથી સફળ ચેઝ હતો
127 v ઝિમ્બાબ્વે, હરારે, 2016
223 v બાંગલાદેશ, દુબઇ, 2018
231 v ઓસ્ટ્રેલિયા, મેલબોર્ન, 2019*

પ્રથમ વિકેટ: પીટર સિડલનો બોલ ગુડ લેન્થ પર પીચ થઈને બહાર તરફ જતા રોહિત માર્શને ફર્સ્ટ સ્લીપમાં કેચ આપી બેઠો હતો. તે 17 બોલમાં 9 રન કરી આઉટ થયો હતો. (6 ઓવર 15/1)

બીજી વિકેટ
સ્ટોઈનિસના સ્લોર બોલને ડ્રાઈવ કરવા જતા ધવન કોટ અને બોલ્ડ આઉટ થયો હતો. સ્ટોઈનિસે રિફલકેસ બતાવતા શાનદાર કેચ કર્યો હતો.ધવન 46 બોલમાં 23 રન કરી આઉટ થયો હતો. (16.2 ઓવર 59/2)

ત્રીજી વિકેટ
રિચાર્ડસને 143ની ઝડપે નાખેલા બોલને ડ્રાઈવે કરવા જતા કોહલી કીપર કેરીને કેચ આપી બેઠો હતો. તે 62 બોલમાં 46 રન કરી આઉટ થયો હતો. (30 ઓવર 113/3)

પ્રથમ ઇંનિંગ્સમાં ચહલની સ્પિન સામે ઓસ્ટ્રેલિયા ફેલ
ટૉસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરતા ભારતે ઓસ્ટ્રેલિયાને 230 રનમાં ઓલઆઉટ કર્યું હતું. ભારત તરફથી યૂઝવેન્દ્ર ચહલે 6 વિકેટ લઈ ઓસ્ટ્રેલિયાની ઇંનિંગ્સને ક્યારેય ઝડપ પકડવા દીધી ન હતી. ઓસ્ટ્રેલિયા તરફથી હેન્ડકોમ્બે સૌથી વધુ 58 રન કર્યા હતા. તે સિવાય શોન માર્શે 39 અને ઉસ્માન ખ્વાજાએ 34 રન કર્યા હતા. ચહલે 10 ઓવરમાં 42 રન આપી 6 વિકેટ લઈ ઓસ્ટ્રેલિયામાં કોઈ સ્પિનર દ્વારા સૌથી વધુ વિકેટ્સનો નવો રેકોર્ડ સ્થાપ્યો હતો. તે પહેલો ભારતીય સ્પિનર બન્યો જેણે ભારતની બહાર બે – પાંચ હોલ લીધી હોય. તે ઉપરાંત રવિ શાસ્ત્રી બાદ ઓસ્ટ્રેલિયામાં પાંચ વિકેટ લેનાર બીજો ભારતીય બોલર બન્યો છે. ભુવનેશ્વરે અને શમીએ 2-2 વિકેટ લીધી હતી.

ઓસ્ટ્રેલિયામાં વનડેમાં બોલર્સના બેસ્ટ ફિગર્સ
6/42 અજિત અગરકર v ઓસ્ટ્રેલિયા, મેલબોર્ને , 2004
6/42 યૂઝવેન્દ્ર ચહલ v ઓસ્ટ્રેલિયા, મેલબોર્ને, 2019
6/43 મિચેલ સ્ટાર્ક v ભારત, મેલબોર્ને, 2015
6/45 ક્રિસ વોક્સ v ઓસ્ટ્રેલિયા, બ્રિસ્બેન, 2011

(આની પહેલા ઓસ્ટ્રેલિયામાં કોઈ સ્પિનર દ્વારા શ્રેષ્ઠ દેખાવનો રેકોર્ડ રવિ શાસ્ત્રીના નામે હતો, તેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 1991માં 15 રન આપી પાંચ વિકેટ લીધી હતી)

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments