ભારતે નેપાળને 3-1થી હરાવ્યું, ઓલિમ્પિક ક્વોલિફાયર 9મીએ મ્યાનમાર સામે મેચ

0
35

ભારતીય મહિલા ફૂટબોલ ટીમે એએફસી ઓલિમ્પિક ક્વોલિફાયર રાઉન્ડ-2માં બીજી જીત મેળવી. ટીમે શનિવારે રમાઇ રહેલી પોતાની બીજી મેચમાં નેપાળને 3-1થી હરાવ્યું. ટીમ ટુર્નામેન્ટની છેલ્લી મેચમાં 9 એપ્રિલે મ્યાનમાર સામે રમશે, આ મેચની વિજેતા ટીમ ક્વોલિફાયરના ત્રીજા રાઉન્ડમાં જશે.

મેચમાં ટીમ ઇન્ડિયાએ સારી શરૂઆત કરી. છઠ્ઠી મિનિટમાં નેપાળની પૂનમ માગરે ઓન ગોલ કર્યો અને ટીમ ઇન્ડિયાને 1-0થી લીડ મળી ગઇ. આગામી મિનિટમાં નીરૂ થાપાએ ગોલ સ્કોર 1-1થી બરાબરી કરી. 60મી મિનિટમાં સંધિયા રંગનાતને પોતાનો બીજો ગોલ સ્કોર 2-1થી કર્યો. 77મી મિનિટમાં આશાલતાએ ગોલ કરીને ટીમને 3-1થી અજેય લીડ અપાવી.