ભારતે પ્રથમ વાર ટી-20માં ન્યુઝીલેન્ડને તેના ઘરઆંગણે હરાવ્યું, રોહિત આ ફોર્મેટમાં ટોપ સ્કોરર બન્યો

0
62

સ્પોર્ટ્સ ડેસ્ક: સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતે 18.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 162 રન કરી ન્યુઝીલેન્ડે આપેલો ટાર્ગેટ આરામથી ચેઝ કર્યો હતો. આ જીત સાથે ભારતે પ્રથમ વાર ન્યુઝીલેન્ડને તેના ઘરઆંગણે હરાવ્યું હતું. ભારત માટે ઓપનર્સ 9.2 ઓવરમાં 79 રનની ભાગીદારી કરી મેચમાં ફક્ત ઔપચારિકતા બાકી રાખી હતી. મહેમાન ટીમ માટે કેપ્ટ્ન રોહિત શર્માએ 29 બોલમાં 50 રન કર્યા હતા જયારે ઋષભ પંતે રન અને શિખર ધવને રનનું યોગદાન આપ્યું હતું. રોહિત ટી-20 ફોર્મેટમાં ટોપ સ્કોરર બન્યો હતો. તેણે ન્યુઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલને પાછળ મુક્યો છે. કિવિઝ માટે લોકી ફર્ગ્યુસન, ઈશ સોઢી અને ડેરેલ મિશેલે 1-1 વિકેટ લીધી હતી. સિરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચ રવિવારે હેમિલ્ટન ખાતે રમાશે.

ભારતે 15 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 129 રન કર્યા

159 રનનો પીછો કરતા ભારતે 15 ઓવરના અંતે 3 વિકેટ ગુમાવી 129 રન કર્યા છે. ઋષભ પંત 23 રને અને એમએસ ધોની 6 રને રમી રહ્યા છે. શિખર ધવન 31 બોલમાં 30 રન કરી ફર્ગ્યુસનની બોલિંગમાં આઉટ થયો હતો. વિજય શંકર 8 બોલમાં 14 રન કરીને મિશેલની બોલિંગમાં આઉટ થયો હતો.

ભારતે 10 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 83 રન કર્યા

159 રનનો પીછો કરતા ભારતે 10 ઓવરના અંતે 1 વિકેટ ગુમાવી 83 રન કર્યા છે. શિખર ધવન 28 રને અને ઋષભ પંત 1 રને રમી રહ્યા છે. રોહિત શર્મા ટી-20 ક્રિકેટમાં સર્વાધિક રન કરનાર બેટ્સમેન બની ગયો છે. ઈશ શોધીના બોલમાં સિક્સ ફટકારી તે માર્ટિન ગુપ્ટિલના 2272 રનથી આગળ નીકળી ગયો છે. રોહિત 29 બોલમાં 50 રન કરી સોઢીની બોલિંગમાં આઉટ થયો હતો.

ભારતે પહેલી 5 ઓવરમાં 42 રન કર્યા
159 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે 5 ઓવરમાં વિના વિકેટે 42 રન કર્યા છે. રોહિત 26 રને અને શિખર 16 રને રમી રહ્યા છે.

નંબર ગેમ:

ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ રન

ખેલાડી મેચ રન એવરેજ હાઈ સ્કોર ચોક્કા છગ્ગા
રોહિત શર્મા 92 2288 32.69 118 204 102
માર્ટિન ગુપ્ટિલ 76 2272 33.91 105 200 103
શોએબ મલિક 111 2263 30.58 75 186 61
વિરાટ કોહલી 65 2167 49.25 90* 218 48
બ્રેન્ડન મેકુલ્લમ 71 2140 35.66 123 199 91

 

ટી-20માં સૌથી વધુ અર્ધસદી ફટકારનાર બેટ્સમેન:

20 રોહિત શર્મા*
19 વિરાટ કોહલી
16 માર્ટિન ગુપ્ટિલ

 

કિવિઝ રન ઓવર
ગ્રાન્ડહોમ બેટિંગ કરવા આવ્યો એની પહેલા 50 7.5
ગ્રાન્ડહોમ બેટિંગ કરતો હતો ત્યારે 77 7.4
ગ્રાન્ડહોમના આઉટ થયા પછી 31 4.2

 

ભારતીય બોલર્સનું પ્રદર્શન:

બોલર ઓવર રન વિકેટ
ભુવનેશ્વરકુમાર 4 29 1
ખલીલ અહેમદ 4 27 2
હાર્દિક પંડ્યા 4 36 1
કૃણાલ પંડ્યા 4 28 3
યૂઝવેન્દ્ર ચહલ 4 37 1

 

 

કિવિઝે પ્રથમ દાવમાં 158 રન કર્યા

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે 20 ઓવરના અંતે 6 વિકેટ ગુમાવી 158 રન કર્યા છે. કિવિઝ માટે કોલીન ડી ગ્રાન્ડહોમે સર્વાધિક 50 રન કર્યા હતા. જયારે રોસ ટેલરે 42 અને કેન વિલિયમ્સને 20 રનનું યોગદાન આપ્યું હતું. ભારત માટે કૃણાલ પંડ્યાએ 3 વિકેટ, ખલીલ અહેમદ 2 વિકેટ, ભુવનેશ્વર કુમાર, હાર્દિક પંડ્યા અને યૂઝવેન્દ્ર ચહલે 1-1 વિકેટ લીધી હતી. કિવિઝે છેલ્લી 5 ઓવરમાં 4 વિકેટ ગુમાવી માત્ર 37 રન કરી શક્યું હતું. ભારતને સિરીઝમાં જીવંત રહેવા 159 રનની જરૂર છે.

કિવિઝ 15 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 121 રન કર્યા (ઓવર્સ 11-15: 61/0)
કિવિઝે 15 ઓવરના અંતે 4 વિકેટ ગુમાવી 121 રન કર્યા છે. રોસ ટેલર 24 રને અને કોલીન ડી ગ્રાન્ડહોમ 47 રને રમી રહ્યા છે. કિવિઝે 10 થી 15 ઓવર દરમિયાન વિના વિકેટ ગુમાવી 61 રન કર્યા છે.

ડેરેલ મિચેલને થર્ડ એમ્પાયર શૉન હાઇગે આઉટ આપતા કિવિઝ નિરાશ થયું હતું. હોટસ્પોટમાં બોલ બેટને અડ્યો તે સ્પષ્ટ દેખાય રહ્યું હતું.

કિવિઝે 10 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 60 રન કર્યા ( ઓવર્સ 6-10: 20/3)

કિવિઝે 10 ઓવરના અંતે 4 વિકેટ ગુમાવી 60 રન કર્યા છે. રોસ ટેલર 5 રને અને કોલીન ડી ગ્રાન્ડહોમ 7 રને રમી રહ્યા છે. કૃણાલ પંડ્યાએ પોતાની પહેલી ઓવરમાં કોલીન મુનરો અને ડેરેલ મિચેલને આઉટ કરી ભારતને મેચમાં મજબૂત પરિસ્થિતિમાં મૂકી દીધું છે. વિલિયમ્સન 17 બોલમાં 20 રન કરીને પંડ્યાની બોલિંગમાં એલબીડબ્લ્યુ આઉટ થયો હતો.

કિવિઝે 5 ઓવરના અંતે 1 વિકેટ ગુમાવી 40 રન કર્યા ( ઓવર્સ 1-5: 40/1)

કિવિઝે 5 ઓવરના અંતે 1 વિકેટ ગુમાવી 40 રન કર્યા છે. કોલીન મુનરો 12 રને અને કેન વિલિયમ્સન 14 રને રમી રહ્યા છે. ભુવનેશ્વરની બોલિંગમાં એક્રોસ ધ લાઈન મોટો શોટ રમવા જતા સેઈફર્ટ ફક્ત એજ મેળવી શક્યો હતો અને વિકેટ પાછળ ધોનીના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 12 બોલમાં 12 રન કર્યા હતા.

કિવિઝે ટોસ જીતીને બેટિંગ લીધી

ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટી-20 સિરીઝની બીજી મેચમાં ઑક્લેન્ડના ઈડન પાર્ક ખાતે ન્યુઝીલેન્ડના કેપ્ટ્ન કેન વિલિયમ્સને ટોસ જીતીને બેટિંગ લીધી છે. કિવિઝ અને ભારત બંનેએ પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. રોહિત શર્મા ટી-20માં સર્વાધિક રન સ્કોરર બનવાથી 35 રન દૂર છે. ન્યુઝીલેન્ડનો માર્ટિન ગુપ્ટિલે તેના કરતા 34 રન વધારે કરી પ્રથમ સ્થાને છે, જયારે પાકિસ્તાનનો શોએબ મલિક તેના કરતા 25 રન આગળ છે.

ટીમ ઇન્ડિયા

રોહિત શર્મા (કેપ્ટ્ન), શિખર ધવન, ઋષભ પંત, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, વિજય શંકર, દિનેશ કાર્તિક, યૂઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહેમદ

ટીમ ન્યુઝીલેન્ડ:

કેન વિલિયમ્સન (કેપ્ટ્ન), રોસ ટેલર, કોલીન મુનરો, મિશેલ સેન્ટનર, ટિમ સેઈફર્ટ, ડેરેલ મિશેલ, કોલીન ડી ગ્રાન્ડહોમ, સ્કોટ કુંગલીએજન, ટિમ સાઉથી, ઈશ શોધી, લોકી ફર્ગ્યુસન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here