Tuesday, December 5, 2023
Homeદેશભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પદની અધ્યક્ષતા સંભાળી

ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પદની અધ્યક્ષતા સંભાળી

- Advertisement -

ભારતે 1લી ડિસેમ્બર ગુરુવારના રોજ ડિસેમ્બર મહિના માટે એક લે કે 1 મનિહા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની માસિક પ્રમુખપદ સંભાળી છે, તેની મુખ્ય પ્રાથમિકતા આતંકવાદ સામે લડવા અને બહુપક્ષીયવાદને પ્રોત્સાહન આપવાની છે.વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “ભારતે આજે એક મહિના માટે UNSCનું પ્રમુખપદ સંભાળ્યું છે, આંતરરાષ્ટ્રીય બહુપક્ષીય મંચોમાં સુધારા અંગેના પ્રશ્નના જવાબમાં બાગચીએ કહ્યું કે વિશ્વ બદલાઈ રહ્યું છે અને વૈશ્વિક વ્યવસ્થાનું માળખું પણ બદલાઈ રહ્યું છે.

તેમણે કહ્યું કે આજે આપણા રાષ્ટ્રપતિ પદનો પ્રથમ દિવસ છે અને તેને નિમિત્તે અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. મીડિયાને માહિતી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે આ એક યાદગાર દિવસ છે. અમે આજે ઔપચારિક રીતે અધ્યક્ષનું પદ સંભાળ્યું છે. અમારા પ્રેસિડેન્સીનું મુખ્ય તત્વ G20ને લોકોની નજીક લઈ જશે અને અમારી પ્રેસિડેન્સીને ખરેખર લોકોનું G20 બનાવવાનો પ્રયાસ કરશે.

તેમણે વધુમાં કહ્યું કે તેમણે કહ્યું કે બે વર્ષમાં આ બીજી વખત છે જ્યારે ભારતને UNSCનું માસિક અધ્યક્ષ પદ મળ્યું છે. છેલ્લી વખત ઓગસ્ટ 2021માં, ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું માસિક પ્રમુખપદ મળ્યું હતું.ઉલ્લેખનીય છે કે ભારત 15 સભ્યોની સુરક્ષા પરિષદનું અસ્થાયી સભ્ય છે અને તેનો બે વર્ષનો કાર્યકાળ પણ આ વર્ષે પૂરો થઈ રહ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ વધુમાં જણાવ્યું હતું કે જો તમારે આજના પડકારોનો સામનો કરવો હોય તો તમે ભૂતકાળના ફ્રેમવર્ક પર કામ કરીને આમ ન કરી શકો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular