Tuesday, December 7, 2021
Homeભારતે 14 પેજમાં 14 ફેબ્રુઆરીની સમગ્ર હકિકત પાકને સોંપી, જાણો ડોઝિયરમાં શું...
Array

ભારતે 14 પેજમાં 14 ફેબ્રુઆરીની સમગ્ર હકિકત પાકને સોંપી, જાણો ડોઝિયરમાં શું આપ્યાં પુરાવા?

નેશનલ ડેસ્ક: 14 ફેબ્રુઆરીએ પુલવામામાં જે કઈ થયું તે કોણે કર્યું? કેવી રીતે કર્યું? કોના કહેવાથી કર્યું? પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન  છેલ્લાં કેટલાય દિવસોથી સતત ભારત પાસે પુરાવા માંગતા હતા. તેઓ કહેતા હતા કે તમે પુરાવા આપશો તો અમે ચોક્કસ એક્શન લઈશું. ભારતે હવે પાકિસ્તાનને ઘણાં પુરાવા આપ્યા છે. ઈમરાન ખાને ગુરુવારે પાકિસ્તાની સંસદમાં આ વિશે જાહેરાત પણ કરી છે કે, ભારત તરફથી તેમને પુલવામા હુમલાના પુરાવા મળી ગયા છે. હવે ભારત જોશે કે ઈમરાન ખાન શું એક્શન લેશે…?

14 પેજમાં નોંધવામાં આવી છે પાકિસ્તાનની કરતૂત

ભારતે પાકિસ્તાનને 14 પેજનું ડોઝિયર આપ્યું છે. 14 પેજની ફાઈલમાં પુલવામા હુમલામાં જૈશનો હાથ હોવાના પુરાવા આપવામાં આવ્યા છે. તે ઉપરાંત આદિલ ડાર જૈશ સાથે જોડાયેલો હોવાની એક વીડિયો ટેપ પણ આપવામાં આવી છે. આ ડોઝિયરમાં આત્મઘાતીને ટ્રેન્ડ કરનાર ગાઝીની માહિતી પણ આપવામાં આવી છે. જૈશ કમાન્ડર અબ્દુલ રશીદ ગાઝીએ ભારતમાં ઘૂસણખોરી કરી હોવાના પણ પુરાવા આપવામાં આવ્યા છે. આ બધાની સાથે પાકિસ્તાનની ધરતી પર પુલવામા હુમલાનું કાવતરું ઘડ્યું હોવાનો પણ ચોક્કસ પુરાવો આપવામાં આવ્યો છે.

ડોઝિયરમાં આદિલ ડારનું તે નિવેદન જેમાં તેણે જૈશનો આતંકી હોવાનો ગર્વ જણાવ્યો હતો. આ ઉપરાંત બ્લાસ્ટમાં જે ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેના માલિક સજ્જાદ બટ વિશેની માહિતી. સજ્જાદ જૈશનો આતંકી હોવાના પુરાવા તરીકે જૈશનું પોસ્ટર. જવાબી કાર્યવાહીમાં મારવામાં આવેલા કામરાનની ફોનપર વાતચીતની ટ્રાંસ્ક્રિપ્ટ છે. હુમલા પહેલાં જૈશ આતંકી કામરાનની પાકિસ્તાન સાથેની વાતચીતના પુરાવા પણ આપવામાં આવ્યાં છે. મસૂદની ઓડિયો-વીડિયો ટેપ જેમાં તે ખુશી વ્યક્ત કરી રહ્યો છે. જૈશના મુખ્યા અઝહર મસૂદનો ભારત વિરોધી ઓડિયો પણ ડોઝિયરમાં સામેલ કરવામાં આવ્યો છે. પીઓકેના બાલાકોટમાં ટેરર કેમ્પમાં ટ્રેન્ડ થયેલા આતંકીઓનું લિસ્ટ પણ છે. ડોઝિયરમાં બહાવલપુરમાં જૈશના મુખ્યાલય વિશે પણ માહિતી આપવામાં આવી છે.
કુલ મળીને 14 પેજના ડોઝિયરમાં પુલવામાના તમામ પુરાવા આપવામા આવે છે. જે માત્ર ઈશારો નથી કરતાં પરંતુ પુરાવો પણ આપે છે કે પુલવામાનો સાચો ગુનેગાર મસૂદ અઝહર છે. આદિલ ડારને પણ તે જ જૈશે તૈયાર કરેલો માણસ છે જેણે સીઆરપીએફ પર હુમલો કરે છે. અબ્દુલ રશીદ ગાઝી પણ જૈશનો જ માણસ છે જેણે આઈઈડી તૈયાર કર્યો છે. સજ્જાદ બટ પણ તેમનો જ માણસ છે જેણે હુમલા માટે કારની વ્યવસ્થા કરી છે અને કામરાન પણ તેનો જ કમાન્ડર છે જેણે અદીલને સાથ આપ્યો હતો.
પાકિસ્તાન પાસે કડક શબ્દોમાં કાર્યવાહીની માંગણી
14 પેજમાં 14 ફેબ્રુઆકીની સમગ્ર ઘટનાને સમેટીને આ ડોઝિયર પાકિસ્તાનના કાર્યવાહક ઉચ્ચાયુક્તને સોંપવામાં આવ્યું છે. તે સાથે જ ડોઝિયર દ્વારા ભારતે પાકિસ્તાનને કડક શબ્દોમાં અમુક વાત પણ કરી છે. ભારત તરફથી કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાન આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ પર પ્રતિબંધ લગાલે. મસૂદ અઝહરની ધરપકડ કરવામાં આવે. તે ઉપરાંત ભારતમાં સંસદ ભવન પર કરવામાં આવેલા હુમલાની કાર્યવાહી કરવામાં આવે. મસૂદની સંપત્તિ પણ પાકિસ્તાન સરકાર જપ્ત કરી લે. પુલવામા અને પઠાણકોટ હુમલામાં પણ કાર્યવાહી કરવામાં આવે. પાકિસ્તાન તેમની જમીન પર આતંકવાદને ખતમ કરે. બીજા આતંકી સંગઠન અને આકાઓ ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે.
5.પુલવામા હુમલા પછી વૈશ્વિક સ્તરે ભારતે જે કડક વલણ અપનાવ્યું છે તેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે, આતંક પર હવે સાચી કાર્યવાહી માટે હવે પાકિસ્તાન પાસે આ છેલ્લો મોકો છે. કારણકે ભવિષ્યમાં હવે ભારત ડોઝિયરનો નહીં હથિયારોનો ઉપયોગ કરશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments