ભારતે PoKમાં ઘુસી 300 આતંકીઓ ઠાર કર્યા હોવાનો દાવો, PMના ઘરે CCSની બેઠક શરૂ

0
13

નવી દિલ્હી: પુલવામા હુમલા પછી ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન વિરુદ્ધ એક મોટી કાર્યવાહી કરી છે. પાકિસ્તાની સૂત્રોએ દાવો કર્યો છે મંગળવારે વહેલી સવારે એલઓસી પર જૈશના ઠેકાણા પર 1,000 કિલોના બોમ્બ ફેંકવામાં આવ્યા છે. જોકે ભારત તરફથી હજી આ વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. આ એર સ્ટ્રાઈક 21 મિનિટ ચાલી હતી અને તેમાં 200થી 300 આતંકીઓને ઠાર કર્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

UPDATES

– હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં બજારો બંધ રાખવામાં આવ્યા છે. કોઈ પણ ગાડીને રસ્તામાં ઉભા રહેવાની છૂટ આપવામાં આવી નથી. જે બાળકો સ્કૂલે ગયા છે ત્યાં પણ સેના તહેનાત કરી દેવામાં આવી છે.

– આ સ્ટ્રાઈક પછી બીએસએફ બોર્ડર પર સિક્યોરિટી વધારી દેવામાં આવી છે. ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે બીએસએફને ભારત-પાકિસ્તાન સીમા પર એલર્ટ રહેવાનું કહેવામાં આવ્યું છે. આ સિવાય આંતરરાષ્ટ્રીય સીમા ઉપર પણ બીએસએફ તહેનાત કરી દેવામાં આવી છે.

– વડાપ્રધાન મોદીના ઘરે એર સ્ટ્રાઈક વિશે કેબિનેટ બેઠક

– બેઠકમાં ગૃહમંત્રી રાજનાથ સિંહ, સુષ્મા સ્વરાજ, અજીત ડોભાલ, રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ, નાણા પ્રધાન અરુણ જેટલી હાજર

– પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ વિદેશ મંત્રાલયની મહત્વની બેઠક બોલાવી. આ બેઠકમાં ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી વિશે ચર્ચા વિચારણાં કરવામાં આવશે.

માનવામાં આવે છે કે, આ હુમલાથી ઘણાં આતંકીઓના ઠેકાણા અને લોન્ચ પેડ બરબાદ કરી દેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાયુસેનાએ મંગળવારે સવારે 3.30 વાગે આ સ્ટ્રાઈક કરી છે. આ ઓપરેશનમાં 12 મિરાજ લડાકૂ વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ઓપરેશનમાં પીઓકેમાં બાલાકોટ, ચકૌતી અને મુઝફ્ફરાબાદમાં આવેલા આતંકીઓના લોન્ચ પેડ બરબાદ કરી દેવામાં આવ્યા છે. અહીં ત્રણેય જગ્યાઓ પર જૈશ-એ-મોહમ્મદનો કંટ્રોલ રૂમ અલ્ફા-3 ઠેકાણા હતા જે તોડી પાડવામાં આવ્યા છે. ભારતીય આર્મી અને વાયુસેના આ વિશે ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરે તેવી પણ શક્યતા છે.

ઓમર અબ્દુલાએ કહ્યું, જો આ સાચી વાત છે તો આ બહુ મોટી કાર્યવાહી ગણાશે

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલાએ ટ્વિટ કરીને કહ્યું છે કે, જો આ સાચી વાત હશે તો આ બહુ મોટી કાર્યવાહી ગણવામાં આવશે. પરંતુ આપણે આ વિશે ભારત સરકાર તરફથી કોઈ ઓફિશિયલી નિવેદન આવે તેની રાહ જોવી પડશે. હવે એ જોવાનું બાકી છે કે, પાકિસ્તાન આ કાર્યવાહીનો કેવી રીતે જવાબ આપે છે.

કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ મંગળવારે સવારે ટ્વિટ કરીને કહ્યું છે કે, આ સ્ટ્રાઈકનો હજી સુધી કોઈ ઓફિશિયલ ખુલાસો કરવામાં તો આવ્યો નથી પરંતુ જે પ્રમાણે પાકિસ્તાન ગભરાયેલું છે તે જોઈને લાગે છે કે આ સાચી વાત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here