ભારત અને પાકના તણાવમાં વધારો થતા રક્ષા મંત્રાલયની 10 લાખ મલ્ટી મોડ હેન્ડ ગ્રેનેડ ખરીદવાની તૈયારી

0
0

સેનાની તાકાતમાં વધારો કરવા માટે રક્ષા મંત્રાલય ‘મેક ઈન ઈન્ડિયા’ પ્રોજેક્ટ અંતર્ગત ભારતીય કંપની પાસેથી ૧૦ લાખ મલ્ટી મોડ હેન્ડ ગ્રેનેડ ખરીદવાના પ્રસ્તાવ અંગે વિચારણા કરી શકે છે.

પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવમાં વધારો થયો છે. આવા માહોલમાં રક્ષા મંત્રાલયે ભારતીય સેનાને વધુ મજબૂત બનાવવાનો નિર્ણય લીધો છે. આ માટે રક્ષા મંત્રાલય ‘મેક ઈન ઈન્ડિયા’ પ્રોજેક્ટ અંતર્ગત ભારતીય કંપની પાસેથી ૧૦ લાખ મલ્ટી મોડ હેન્ડ ગ્રેનેડ ખરીદવાના પ્રસ્તાવ અંગે વિચારણા કરી શકે છે. હેન્ડ ગ્રેનેડ ખરીદવાના આ પ્રસ્તાવને મંજૂરી મળશે તો ભારતીય સેનાની તાકાતમાં ખૂબ વધારો થશે.

રક્ષા મંત્રી નિર્મલા સીતારામણની અધ્યક્ષતામાં એક હાઈ લેવલની મીટિંગ યોજાશે જેમાં ભારતીય કંપની દ્વારા બનાવાયેલા ૧૦ લાખ હેન્ડ ગ્રેનેડ ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી મળી શકે છે. થોડા સમય પહેલા સરકારે અત્યાધુનિક રાઈફલ ખરીદવાના બે પ્રસ્તાવ પર મંજૂરીની મહોર મારી હતી અને હવે ૫૦૦ કરોડ રુપિયાથી પણ વધારેના શસ્ત્ર સરંજામ ખરીદવા અંગેનો નિર્ણય લેવાઈ શકે છે.

પુલવામા હુમલા બાદ ભારત સરકારે અમેરિકા પાસેથી ૭૫,૦૦૦ સિગ સોર અસોલ્ટ રાઈફલ ખરીદવાના પ્રસ્તાવને મંજૂર કર્યો હતો. અમેરિકા પાસેથી સિગ સોર અસોલ્ટ રાઈફલ ખરીદવાના કોન્ટ્રાક્ટની અંદાજિત કિંમત ૭૦૦ કરોડ રુપિયા હોવાની ધારણા કરવામાં આવી છે. આ ઉપરાંત ભારત અને રશિયાના સંયુક્ત સાહસથી અમેઠીની હથિયાર બનાવતી ફેક્ટરીમાં ૭.૫ લાખ અત્યાધુનિક છણ-૨૦૩ રાઈફલ બનાવવાના પ્રસ્તાવને પણ મંજૂર કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here