Wednesday, December 8, 2021
Homeભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ માહોલમાં નાણા મંત્રી અરૂણ જેટલીનું મોટું નિવેદન...
Array

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ માહોલમાં નાણા મંત્રી અરૂણ જેટલીનું મોટું નિવેદન આવ્યું સામે

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની અણીએ પહોંચેલા માહોલમાં નાણા મંત્રી અરૂણ જેટલીએ મહત્વનું નિવેદન આપ્યું છે. અરૂણ જેટલીએ કહ્યું છે કે જો અમેરિકા પાકિસ્તાનમાં ઘુસીને લાદેનને મારી શકે તો પછી અત્યારના સમયમાં ગમે તે થઈ શકે. અત્યારે ભારતના મોટાભાગના સરહદી વિસ્તારોમાં તણાવપૂર્ણ માહોલ ચાલી રહ્યો છે. યુદ્ધ થવાની શક્યતા માથે ઘુમી રહી છે. એ વચ્ચે અરૂણ જેટલીનું નિવેદન ઘણું કહી જાય છે.

જો કે આજ સવારથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ માહોલમાં સરહદી વિસ્તારને સુરક્ષિત રાખવાની ભારતીય વાયુસેનાએ કવાયત આદરી છે. સવારમાં ભારતે પાકિસ્તાનના F-16 વિમાનને તોડી પાડ્યું હતું. તો પાકિસ્તાને ભારતના બે પ્લેનને તોડ્યા હોવાની વાત ખોટી સાબિત થઈ હતી. જેનાથી પાકિસ્તાનના દાવાનું સૂરસૂરિયું થયું હતું.

પાકિસ્તાનના દાવાને ફગાવ્યું

ભારતે ગઈ કાલે કરેલા હુમલા બાદ ભારત અને પાકિસ્તાનની સેના વચ્ચે તણાવની પરિસ્થિતિનું સર્જન થયું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે હવે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ વચ્ચે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાની સેનાના એક મોટા દાવાનું ખંડન કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ભારતનો એક પાઈલટ પાકિસ્તાનના હાથે ગિરફ્તાર થયો છે.

પાકિસ્તાન તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે એફ-16 વિમાને ભારતના બે વિમાનને તોડી પાડ્યા છે. પાકિસ્તાનના મેજર જનરલ ગફુરે દાવો કર્યો હતો કે, અમે ભારતની સીમામાં ઘુસીને ભારતના બે વિમાનોને મારી પાડવામાં આવ્યો છે. અને એક પાયલટ પાકિસ્તાની સેનાએ ધરપકડ કરી છે. જેની સામે ભારતે પાકિસ્તાનના દાવાનું ખંડન કર્યું હતું અને જણાવ્યું હતું કે, આવું કંઈ પણ નથી થયું અને ભારતીય સેનાના પાયલટ સુરક્ષિત છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments