ભારત આવ્યા બાદ એક ટેસ્ટમાં પાસ ના થયા તો ક્યારેય સૈન્ય પ્લેન નહીં ઉડાવી શકે અભિનંદન

0
18

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં બહાદુર ભારતીય વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને થોડાં સમયમાં ભારતને સોંપી દેશે. ગત 27 ફેબ્રુઆરીના રોજ તેઓને પાકિસ્તાની સૈન્યએ ધરપકડ કરી હતી. ત્યારબાદથી કરોડો ભારતીયોએ તેઓના પરત ફરવાની પ્રાર્થનાઓ શરૂ કરી દીધી હતી. પરંતુ પાકિસ્તાનની સૈન્યની ધરપકડમાંથી આઝાદ થઇને સ્વદેશ પરત ફર્યા બાદ અભિનંદનના આગામી દિવસો પડકાર ભર્યા હશે. તેઓને અનેક પ્રકારના ટેસ્ટમાંથી પસાર થવું પડશે. જેમાંથી એક ટેસ્ટ એવી પણ હશે, જો તેઓ સફળ ના રહ્યા તો નોકરીથી હાથ ધોવાનો સમય આવી શકે છે.

ભારત પરત ફરતા જ દેખરેખ હેઠળ
રૉ અધિકારી અનુસાર, નિશ્ચિત રીતે અભિનંદન બહાદુર વ્યક્તિ છે. તેઓએ પાકિસ્તાનના F-16 ફાઇટર જેટનો સામનો 1970ના દાયકામાં બનેલા જૂના મિગ-21 ફાઇટર જેટથી કર્યો. ભારતીય રક્ષા સંસ્થા તેઓની બહાદુર માટે હંમેશા તેમનું સન્માન કરશે. પરંતુ તેઓને પૂછપરછથી પણ કોઇ છૂટછાટ નહીં મળે.
રૉ અધિકારી અનુસાર, અભિનંદન પરત ફરતા જ ભારતીય વાયુસેનાની દેખરેખ હેઠળ મોકલવી દેવામાં આવશે. ત્યારબાદ શરૂ થશે અનેક પ્રકારના મેડિકલ ટેસ્ટ, ફિટનેસ ટેસ્ટ, મનોવૈજ્ઞાનિક ટેસ્ટ અને સ્કેનિંગ. જેથી એ ખ્યાલ આવી શકે કે ક્યાંક પાકિસ્તાની સેનાએ તેઓને બદલી તો નથી નાખ્યા.
મનોવૈજ્ઞાનિક પરીક્ષા
અભિનંદનને સાઇકોલોજિકલ ટેસ્ટમાંથી પણ પસાર થવું પડશે, કારણ કે તેઓ દુશ્મનની ધરતી પર એકલા પડી ગયા હતા. તેઓને અહીં કેદી તરીકે રાખવામાં આવ્યા હતા. આ જ વાતની આશંકા છે કે, રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત ગુપ્ત જાણકારીઓ માટે તેઓને માનસિક અને શારિરીક રીતે પ્રતાડિત કરવામાં આવ્યા હોય. આનાથી તેઓને આઘાત લાગ્યો હોય. તેથી એ જાણકારી મેળવવી જરૂરી છે કે, તેમની માનસિક સ્થિતિ કેવી છે?
ભારતીય વાયુસેના ઇન્ટેલિજન્સની ડિબ્રીફિંગ ખૂબ જ દર્દનાક હોય છે. ખાસ વાત એ છે કે, વાયુસેના નિયમો હેઠળ આ અનિવાર્ય છે. તેમાં એ જાણકારી મેળવવામાં આવે છે કે, દુશ્મને કારાવાસ દરમિયાન તેમની પાસેથી કઇ કઇ જાણકારીઓ મેળવી. કમાન્ડરે એ વાતનો વિશ્વાસ અપાવવો પડશે કે દુશ્મનની સેનાએ તેઓને પોતાની સેનામાં તો સામેલ નથી કરી લીધા.
… તો ક્યારેય નહીં ઉડાવી શકે વિમાન
વરિષ્ઠ અધિકારી પોતાના જૂના અનુભવો અંગે જણાવે છે કે, મેં 1999 કારગિલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાન તરફથી પરત કરવામાં આવેલા લેફ્ટિનન્ટ કે. નચિકેતાનો એપિસોડ જોયો છે. એટલું જ નહીં, એર માર્શલ કરિયપ્પા એપિસોડ પણ જોયો છે, તેમના પિતા કેએમ કરિયપ્પા ફિલ્ડ માર્શલ પણ રહી ચૂક્યા હતા. પાકિસ્તાનમાં કેદી બનીને રહ્યા દરમિયાન પણ તેઓ ક્યારેય તૂટ્યા નહીં, પરંતુ તેઓને સ્ટાન્ડર્ડ પરીક્ષાઓમાંથી પસાર થવું પડ્યું.
ભારત પરત ફર્યા બાદ અભિનંદનને અમુક દિવસો સુધી IAFથી અલગ રાખી શકાય છે. આ દરમિયાન તેમના ટેસ્ટ થશે. જો તેઓ શારિરીક અને માનસિક પરીક્ષાઓમાં કોઇ પણ પ્રકારે પોતાને સાબિતા કરવામાં અસફળ રહેશે તો તેઓને તત્કાળ તેમની સેવામાંથી હટાવી દેવામાં આવશે. હાલ અભિનંદન મામલે કોઇ અનુમાન લગાવી શકાતા નથી.
શું અભિનંદનની ઇન્ટેલિજન્સ બ્યૂરો (IB) અને RAW દ્વારા પૂછપરછ થાય તેવી સંભાવના છે? અધિકારીએ જણાવ્યું કે, આ અંગે સ્પષ્ટ ના કહી શકાય. પરંતુ આવું પહેલા ક્યારેય નહીં થયું કે, IAF ના કોઇ યુદ્ધ કેદીના પાકિસ્તાનના પરત ફરવા પર IB અથવા RAWએ પૂછપરછ કરી હોય. પરંતુ હાલ આ અંગે કંઇ પણ કહેવું ઉતાવળ ગણાશે કે, અભિનંદનની આ બંને સંસ્થાઓ પૂછપરછ કરશે કે નહીં!
બસ થોડાં ઘણાં સવાલ-જવાબ થશે
IAFના એક ઓફિસર રેન્કના અધિકારીએ જણાવ્યું કે, આ પ્રક્રિયા અંગે કંઇ પણ કહેવું ઉતાવળ ગણાવશે. IAF પોતાના જ માણસોની પૂછપરછ નથી કરતી, સાથે જ તેઓની સાથે કોઇ કડક વર્તન પણ નથી કરવામાં આવતું. બસ, તેઓને થોડાં ઘણાં સવાલો કરવામાં આવશે.
IAF ઓફિસરે જણાવ્યું કે, અભિનંદન અમારાં હીરો છે, તેઓએ અમેરિકાના બનાવેલા F-16નો સામનો રશિયા દ્વારા બનાવેલા જૂના મિગ-21થી કર્યો. જો તેઓ યુદ્ધ મેદાનમાં હારી જતા તો તેઓને સજા મળી હોત, પરંતુ તેઓને એવોર્ડ મળવો જોઇએ. તેઓના પરત ફરવા પર થોડાં ઘણાં સવાલો થશે, પરંતુ અમને અમારાં માણસો પર વિશ્વાસ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here