ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી મેચ આજે 1.30 વગ્યાથી શરૂ

0
13

સ્પોર્ટ્સ ડેસ્ક. ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે વન-ડે સીરિઝની ત્રીજી મેચ શુક્રવારે એટલે કે આજે રાંચીમાં રમાશે. ટીમ ઇન્ડિયા જો આ મેચ જીતી જશે તો 35 વર્ષમાં પહેલીવખત ઓસ્ટ્રેલિયાની સામે સતત ત્રણ દ્વીપક્ષીય વન-ડે સીરિઝ જીતી લેશે. ભારતે છેલ્લી બે સીરિઝ 2-1થી અને 4-1થી જીતી છે. પાંચ મેચની હાલની સીરિઝમાં પણ ટીમ ઇન્ડિયા 2-0થી આગળ છે. ઓસ્ટ્રેલિયાની ટીમ ગત 9 વર્ષથી ભારતમાં વન-ડે સીરિઝ જીતી નથી.

ભુવનેશ્વરને શમીની જગ્યાએ સ્થાન મળી શકે

કેપ્ટન કોહલી સીરિઝમાં ત્રીજી મેચમાં પોતાના મુખ્ય ખેલાડીઓની સાથે ઉતરશે કે બચેલાં ખેલાડીઓને તક આપશે. પહેલી બે મેચમાં લોકેશ રાહુલ અને રિષભ પંતને હાલ સુધીમાં તક અપાઇ નથી. જોકે એમની ત્રીજી મેચમાં રમવાની આશાઓ  ઓછી છે. રાહુલે બે ટી-20 મેચમાં સારું પ્રદર્શન કર્યું હતું. ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર ટીમમાં પરત ફર્યો છે. એવામાં એમનું રમવાનું નક્કી છે. તેમને શમીને જગ્યાએ રમાડવામાં આવશે. કુલદીપની જગ્યાએ ચહલને જગ્યા આપવામાં આવે છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ છેલ્લી મેચની પ્લેઇન્ગ-11ની સાથે ઉતરી શકે છે.
ધોની વર્લ્ડ કપ પછી વન-ડે ક્રિકેટમાંથી સંન્યાસ લઇ શકે છે
37 વર્ષનો મહેન્દ્ર સિંહ ધોની વર્લ્ડ કપ પછી વન-ડે ક્રિકેટમાંથી સન્યાંસ લઇ શકે છે. એવામાં તેમના ઘરઆંગણે રાંચીમાં યોજાનારી આ મેચ અહીં તેમના કરિયરની છેલ્લી ઇન્ટરનેશનલ મેચ બની શકે છે. એટલાં માટે ટીમ ઇન્ડિયા અહીં જીતની સાથે તેમને વિદાય આપવા માંગશે. ટીમ ઇન્ડિયા આ મેચ જીત મેળવશે તો કોહલીની કેપ્ટનશીમાં ટીમ આ વન-ડેમાં 50મી જીત મેળવશે.
ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી બે સીરિઝમાં ભારતે 4-1થી 2-1થી જીત મેળવી
ટીમ ઇન્ડિયાએ પોતાના ઘરઆંગણે 2017માં ઓસ્ટ્રેલિયાની સામે રમાયેલી છેલ્લી સીરિઝમાં 4-1થી જીત મેળવી હતી. આ પછી ઓસ્ટ્રેલિયામાં 2019માં રમાયેલી દ્વિપક્ષીય વન-ડે સીરિઝ ટીમ ઇન્ડિયાએ 2-1થી જીતી. હાલની સીરિઝમાં ટીમ ઇન્ડિયા 2-0થી આગળ છે. ટીમ આ મેચ જીતી લેશે તો પહેલીવખત સતત ત્રણ સીરિઝ જીતી લેશે.ટીમ ઇન્ડિયા જો શુક્રવારે યોજાનારી મેચ જીતી લેશે તો આ તેમની ઓસ્ટ્રેલિયા સામે 50મી જીત જશે.
સંભવિત ટીમ
ભારત : રોહિત, ધવન, કોહલી, રાયડુ, જાધવ, ધોની, વિજય, કુલદીપ, ભુવનેશ્વર, ચહલ, બુમરાહ
ઓસ્ટ્રેલિયા : ફિંચ, માર્શ, ખ્વાજા, હેન્ડ્સકોમ્બ, સ્ટોઇનિસ, મેક્સવેલ, કેરી, ઝામ્પા, લીયોન, નાઇલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here