Wednesday, September 22, 2021
Homeભારત પાકનાં તણાવ વચ્ચે પાકિસ્તાનમાં હિંદુ દલિત મહિલા સાંસદે સંસદના સત્રની અધ્યક્ષતા...
Array

ભારત પાકનાં તણાવ વચ્ચે પાકિસ્તાનમાં હિંદુ દલિત મહિલા સાંસદે સંસદના સત્રની અધ્યક્ષતા સંભાળી

પાકિસ્તાનના હિંદુ દલિત સમૂદાયની પ્રથમ મહિલા સાંસદ કૃષ્ણા કુમારી કોહલીએ આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સંસદના ઉપલા ગૃહના સત્રની અધ્યક્ષતા સંભાળી હતી. આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શુક્રવારે પાકિસ્તાનના હિંદુ દલિત સમૂદાયની પ્રથમ મહિલા સાંસદ કૃષ્ણા કુમારી કોહલીએ સંસદના ઉપલા ગૃહના સત્રનું અધ્યક્ષ પદ સંભાળ્યુ હતું.

સાંસદ ફૈઝલ જાવેદે ટ્વિટ કરીને જણાવ્યું કે, ધપાકિસ્તાનની સંસદના અધ્યક્ષે અમારી સાથીદાર કૃષ્ણા કુમારી કોહલી ઉર્ફે કિશુ બાઈને આજે મહિલા દિવસ નિમિત્તે સંસદના અધ્યક્ષ બનાવવાનો નિર્ણય લીધો. ૪૦ વર્ષીય કૃષ્ણા મુસ્લીમ બહુમતિ ધરાવતા પાકિસ્તાનમાં બંધાયેલા મજૂરોના અધિકાર માટે અનેક વર્ષો સુધી સેવાઓ આપ્યા બાદ માર્ચ ૨૦૧૮માં સાંસદ તરીકે ચુંટાયા હતા.

કૃષ્ણા કુમારી પાકિસ્તાની સંસદમાં ચુંટાયેલા પ્રથમ હિંદુ મહિલા છે. તેઓ સિંધ પ્રાંતના નગરપારકર વિસ્તારના સુદૂર ગામની રહેવાસી છે. તેઓ સ્વાતંત્ર્ય સેનાની રુપલો કોહલીના પરિવારમાં જન્મેલા છે. તેમના પરિવારે એક જમીનદારની ખાનગી જેલમાં ત્રણ વર્ષ જેલવાસ ભોગવ્યો હતો.

ગરીબ ઘરમાં જન્મ્યા હોવાથી તેઓ નવમા ધોરણમાં હતા ત્યારે જ તેમના લગ્ન કરી દેવાયેલા. લગ્ન બાદ પણ તેમણે અભ્યાસ ચાલુ રાખ્યો હતો અને ૨૦૧૩માં સિંધ યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર વિષય સાથે માસ્ટર ડિગ્રીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેમણે સંસદના અધ્યક્ષ પદે બેસવાનો લાભ મળવા બદલ પોતાની જાતને ભાગ્યશાળી ગણાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments