Thursday, October 21, 2021
Homeભારત-પાકિસ્તાનની આજની મેચ પર રૂ.700 કરોડનો અને વરસાદની શક્યતા પર રૂ.100 કરોડનો...
Array

ભારત-પાકિસ્તાનની આજની મેચ પર રૂ.700 કરોડનો અને વરસાદની શક્યતા પર રૂ.100 કરોડનો સટ્ટો રમાશે

  • CN24NEWS-16/06/2019
  • ભારતની જીતનો ભાવ 45-46 પૈસા ખૂલ્યો અર્થાત જીતની શક્યતા વધુ, વરસાદ નહીં આવવાની 80 ટકા શક્યતા

અમદાવાદ: રવિવારે માનચેસ્ટર ખાતે ભારત – પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની વન ડે મેચ પર બીજી મેચો કરતા રસાકસી વધારે હોવાથી બે ગણો એટલે કે 700 કરોડ રૂપિયાનો સટ્ટો રમાશે બુકીઓનો અંદાજ છે. વરસાદની શકયતા હોવાથી મેચ રમાશે કે નહીં રમાય તેના ઉપર પણ 100 કરોડનો સટ્ટો રમાયો છે. જેમાં મેચ રમાવવાની શકયતા 80 ટકા હોવાથી ‘યસ’ અને ‘નો’ માં યસનો ભાવ 20 – 33 પૈસા થયો હતો. આ ભાવ પરથી મેચ રમાવવાની શકયતા વધારે હોવાનું તેમજ ભારતનો ભાવ 45 – 46 પૈસા ખૂલ્યો હોવાથી ભારતની જીતની શકયતા વધુ હોવાનું બુકીઓ માને છે.

વર્લ્ડ કપની દરેક મેચ ઉપર ઓછામાં ઓછા 200થી 300 કરોડ રૂપિયાનો સટ્ટો તો રમાય જ છે. રવિવારની આ મેચ ઉપર અંદાજે રૂ.700 કરોડ રૂપિયાનો સટ્ટો રમાવાનો હોવાનું બુકીઓનું કહેવું છે. જો કે વરસાદના કારણે મેચ કેન્સલ થવાની શકયા હોવાથી મેચ રમાશે કે નહીં રમાય તેના ઉપર પણ સટ્ટા બજાર ગરમાયું હતું. આ વિશે વાત કરતા અમદાવાદના એક બુકીએ જણાવ્યું હતુ કે મેચ રમાશે તેનો ભાવ 20 – 33 પૈસા છે. જેના કારણે મેચ રમાવવાની શકયતા બહુ જ વધારે એટલે કે 80 ટકા જેટલી છે.

વરસાદની શક્યતા ઘટતાં ભાવ 55થી ઘટી 20થી 33 પૈસા
ભારત – પાકિસ્તાન વચ્ચે રવિવારે મેચ રમાશે કે નહીં રમાય તેનો શનિવારે બપોરે 3 વાગ્યે ભાવ 55 પૈસા ખુલ્યો હતો. જેથી મેચ રમાવવાની શકયતા બહુ જ ઓછી હતી. પરંતુ જેમ જેમ દિવસ પસાર થયો અને વાતાવરણ પલટાતું ગયું તેમ તેમ મેચ રમાશે નો ભાવ ઘટી ગયો હતો. જ્યારે સાંજે 7 વાગ્યે આ ભાવ ઘટીને 20 – 33 પૈસા થઇ ગયો હતો.

પાક.ની જીતની શક્યતા નહિવત્
ભારતનો ભાવ 45 – 46 પૈસા ખુલ્યો છે. જ્યારે પાકિસ્તાનનો ભાવ 2.20 અને 2.25 રૂપિયા ખૂલ્યો હતો. જો કે ભારતનો ભાવ ઓછો ખૂલ્યો હોવાથી સટ્ટા બજારના મતે ભારતની મેચ જીતવાની શકયતા વધારે છે.

5 મિનિટમાં જ ટિકિટો વેચાઈ ગઈ
ભારત-પાકિસ્તાન મેચ જોવા માટે પણ ચાહકોનો ઘસારો વધારે જ રહે છે. જો કે રવિવારની વર્લ્ડ કપની ભારત – પાકિસ્તાનની મેચની ટિકિટનું ઓન લાઈન વેચાણ શરૂ થયું તેની 5 જ મિનિટમાં બધી જ ટિકિટો બુક થઇ ગઇ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments