Sunday, November 28, 2021
Homeભારત-પાકિસ્તાન વચ્ચે ખૂબ ખરાબ સ્થિતિ, આશા છે કે દુશ્મની જલદી ખતમ થશે:...
Array

ભારત-પાકિસ્તાન વચ્ચે ખૂબ ખરાબ સ્થિતિ, આશા છે કે દુશ્મની જલદી ખતમ થશે: ટ્રમ્પ

વોશિંગ્ટન: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે ખૂબ ખરાબ સ્થિતિ છે. અમેરિકન પ્રશાસન બંને દેશોના સંપર્કમાં છે. આશા છે કે, આ દુશ્મની ખૂબ જલદી પૂરી થશે. 20 ફેબ્રુઆરીએ પણ ટ્રમ્પે ભારત-પાકિસ્તાનના સંબંધો વિશે નિવેદન આપ્યું હતું. ત્યારે પણ તેમણે બંને દેશો વચ્ચે ભયાનક સ્થિતિ હોવાની વાત કરી હતી. આ દરમિયાન ન્યૂયોર્કમાં આવેલા પાકિસ્તાનની દૂતાવાસ ઓફિસ સામે ભારતીય અમેરિકનોએ વિરોધ-પ્રદર્શન કર્યાં હતા.

બંને દેશો વચ્ચે જોખમી સ્થિતિ
ઓવલ ઓફિસમાં રિપોર્ટસ સાથે વાત કરતાં ટ્રમ્પે કહ્યું કે, હાલના સમયે ભારત અને પાકિસ્તાન વચ્ચે સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ છે. આ એક જોખમી સ્થિતિ છે. અમે બંને દેશોની દુશ્મની રોકવા માંગીએ છીએ. આ દુશ્મનીમાં ઘણાં નિર્દોષ લોકોના મોત થયા છે. તેથી અમે સતત પ્રયત્નો કરી રહ્યા છીએ.
રિપોર્ટસે ટ્રમ્પને પુલવામાં 40 જવાનો શહીદ થયા તે વિશે પૂછતા તેમણે કહ્યું કે, હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે લીધી છે. ટ્રમ્પે કહ્યું કે, ભારત ખૂબ મજબૂત દેખાઈ રહ્યું છે. હુમલામાં તેમના 50 લોકોના જીવ ગયા છે. હું ખૂબ સારી રીતે તેમની સ્થિતિ સમજી શકુ છું. અમારા ઓફિસર્સ બંને દેશો સાથે વાત કરી રહ્યા છે.
અમેરિકન રાષ્ટ્રપતિના જણાવ્યા પ્રમાણે બંને દેશો વચ્ચે ઘણું સંતુલન બનાવીને ચાલવાની જરૂર છે. તાજેતરમાં જે થયું તેના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણી સમસ્યાઓ ઉભી થઈ ગઈ છે.
આ દરમિયાન ભારતીય અમેરિકનોએ ન્યૂયોર્કમાં આવેલા પાકિસ્તાન કોન્સુલેટ પર પ્રદર્શન કર્યું હતું. લોકોએ પોસ્ટર પર લખ્યું હતું કે, પાકિસ્તાન વૈશ્વિક આતંકી દેશ છે. પાકિસ્તાને વસ્તુઓની નિકાસ કરવી જોઈએ, આતંકીઓની નહીં.
પાકિસ્તાન સાથે અમેરિકાના સંબંધમાં સુધારો થયો
ટ્રમ્પે કહ્યું કે, અમેરિકાના પાકિસ્તાન સાથેના સંબંધોમાં થોડો સુધારો થયો છે. અમે પાકિસ્તાનના ઓફિસર્સ અને નેતાઓ સાથે સતત વાત કરી રહ્યા છીએ. અમે પાકિસ્તાનની રૂ. 9 હજાર કરોડની ચૂકવણી રોકી દીધી છે.
ટ્રમ્પના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાને અન્ય રાષ્ટ્રપતિઓના કાર્યકાળમાં અમેરિકાનો ખૂબ ફાયદો ઉટાવ્યો છે. અમે તેમને એક વર્ષમાં 1.3 બિલિયન ડોલર આપી રહ્યા હતા. અમે તે કરાર પૂરો કરી દીધો. કારણકે તેઓ યોગ્ય રીતે અમારી મદદ નહતા કરી રહ્યાં.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments