Friday, September 17, 2021
Homeભારત-પાકિસ્તાન T-20 : આ વર્ષે થનારી ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન...
Array

ભારત-પાકિસ્તાન T-20 : આ વર્ષે થનારી ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર

ઓલિમ્પિક ફિવર વચ્ચે ક્રિકેટના પણ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે થનારી ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થવાની છે. બંને ટીમ 24 ઓક્ટોબરે સામ સામે આવી શકે છે. આ દિવસે રવિવાર છે. આમ બહુ લાંબા સમય પછી કોઈ ICC ઈવેન્ટમાં બંને ટીમોની વચ્ચે સુપર સન્ડેના દિવસે કાંટાની ટક્કર થઈ શકે છે. આ મેચ દુબઈમાં રમાવાની શક્યતા છે. જોકે હજી ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ તરફથી વર્લ્ડ કપનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું નથી.

ભારત-પાકિસ્તાન વચ્ચે 2016માં છેલ્લી વાર મેચ રમવામાં આવી હતી. તે પણ T-20 વર્લ્ડ કપ મેચ હતી. બંને ટીમ T-20 વર્લ્ડ કપમાં 5 વાર સામ-સામે આવી ચૂકી છે. આ દરેક મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું છે. ઓવરઓલ T-20ની વાત કરીએ તો બારત અને પાકિસ્તાને 8 મેચ રમી છે. તેમાં ટીમ ઈન્ડિયાએ 7 અને પાકિસ્તાને 1 મેચ જીતી છે. 1 મેચ ભારતે ટાઈ પછી બોલ આઉટમાં જીતી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments