ભારત-પાક વચ્ચે તણાવની સ્થિતિમાં વિદેશ સચિવે શરૂ કરી પ્રેસ કોન્ફરન્સ, જણાવેશ દેશની હાલની સ્થિતિ

0
29

નવી દિલ્હી: ભારતે ગઈ કાલે પાકિસ્તાનમાં કરેવી એર સ્ટ્રાઈક પછી બંને દેશો વચ્ચે તણાવનું વાતાવરણ છે. પાકિસ્તાન માં બાલાકોટમાં વાયુસેનાના હવાઈ હુમલાથી ગભરાયેલાં પાકિસ્તાને બુધવારે સવારે ભારત હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું. જેમાં ત્રણ વિમાને પૂંછ અને રાજૌરીમાં વાયુક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું. પરત થતાં સમયે તેઓએ કેટલાંક બોમ્બ પણ ફેંક્યા. જોકે ભારત ની તાત્કાલિક કાર્યવાહી પછી પાકિસ્તાન ના વિમાન પરત ફર્યાં હતા. ભારત ની જવાબી કાર્યવાહી માં પાકિસ્તાન નું F-16 વિમાન તોડી પડાયું છે. આ દરમિયાન ભારત-પાકિસ્તાનનાં તણાવ વચ્ચે પીએમ મોદીના ઘરે હાઈ લેવલની બેઠક પણ કરવામાં આવી હતી. આ વિશે ભારતના વિદેશ સચિવ વિજય ગોખલે ટૂંક સમયમાં એક પ્રેસ કોન્ફરન્સ કરશે અને હાલની ભારત-પાકિસ્તાનની સ્થિતિ વિશે માહિતી આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here