ભારત ફ્રાંસ પાસેથી 1000 કરોડનાં 3000 એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ ખરીદવાની તૈયારીમાં

0
17

નવી દિલ્હીઃ ભારતીય સેના ફ્રાંસ પાસેથી 3000 એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ ‘મિલન 2ટી’ ખરીદવા અંગે વિચારી રહી છે. સેનાએ આ માટે પ્રસ્તાવ પણ તૈયાર કરી લીધો છે. આ પ્રસ્તાવ અંગે રક્ષા મંત્રાલયની ઉચ્ચ કક્ષાની સમિતી વિચારણા કરશે. આ મિસાઈલની ખરીદીમાં 1 હજાર કરોડની રકમ ખર્ચ કરવામાં આવશે. દુશ્મન સેનાની ટેન્ક રેજીમેન્ટનાં મુકાબલા માટે સેકન્ડ જનરેશનની આ મિસાઈલો અસરકારક સાબિત થશે.

ભારતમાં જ આ મિસાઈલોનું નિર્માણ થઈ રહ્યું છે

ભારત ડાયનામિક્સ લિમિટેડ (BDL)ફ્રાંસની કંપની સાથે મળીને આ મિસાઈલોનું ભારતમાં જ નિર્માણ કરી રહી છે. જેની રેન્જ 2 કિમીથી થોડી વધુ હશે.

ભારતે ઈઝરાઈલથી સ્પાઈક એન્ટી ટેન્ક મિસાઈલો ખરીદવાની યોજાનાને ટાળી

ભારતે ઈઝરાયલ પાસેથી સ્પાઈક એન્ટી ટેન્ક મિસાઈલો ખરીદવાની યોજનાને ટાળી દીધી છે. કારણ કે આ યોજનાને  હવે ભારતમાં જ વિકસીત કરવામાં આવશે. DRDA મૈન-પોર્ટેબલ એન્ટી ટેન્ક મિસાઈલોની બે વખત ચકાસણી થઈ ચુકી છે.

ભારત સરકાર સ્વદેશી કંપનીઓને અગ્રતા આપી રહી છે.

ભારત સરકાર સંરક્ષણ ઉત્પાદનોની ખરીદીમાં સ્વદેશી કંપનીઓને અગ્રતા આપી રહી છે. 2017માં અરુણ જેટલીની અધ્યક્ષતાવાળી રક્ષા ખરીદ પરિષદે (DAC) ઈઝરાયલ અને સ્વીડનથી મિસાઈલો ખરીદવાની જગ્યાએ ભારતમાં જ બનેલી આકાશ મિસાઈલો પર વિશ્વાસ કર્યો છે.  જમીન પરથી હવામાં પ્રહાર કરતી આ મિસાઈલો પર 18 કરોડનો ખર્ચ થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here