Thursday, August 11, 2022
Homeભારત બહાર વર્લ્ડ કપ રમાડવા આઈસીસી સ્વતંત્ર, પરંતુ પરિણામ માટે તૈયાર રહેજો
Array

ભારત બહાર વર્લ્ડ કપ રમાડવા આઈસીસી સ્વતંત્ર, પરંતુ પરિણામ માટે તૈયાર રહેજો

- Advertisement -

મુંબઈ: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના એક અધિકારીએ મંગળવારે સ્પષ્ટ કહી દીધું છે કે, ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) 2021 ટી-20 વર્લ્ડ કપ અને 2023 વનડે વર્લ્ડ કપ જેવી વિશ્વસ્તરીય રમત ભારતથી બહાર કરાવવા માટે સ્વતંત્ર છે પરંતુ તેમણે તે પછીની પરિસ્થિતિઓ માટે પણ તૈયાર રહેવું પડશે.

તાજેતરમાં જ દુબઈમાં આઈસીસી ક્વાર્ટરલી બેઠક થઈ હતી. તેમાં આઈસીસીએ બીસીસીઆઈને કહ્યું હતું કે, 2021 ટી-20 વર્લ્ડ કપ અને 2023 વન વર્લ્ડ કપ જેવી વિશ્વસ્તરીય કોમ્પિટિશન કરાવવા માટે 2.10 કરોડ ડોલર (અંદાજે રૂ. 149 કરોડ) ટેક્સ ભરવો પડશે.

બહારના દબાણથી ટેક્સના વિવાદનો ઉકેલ નહીં આવી- BCCI: આ વિશે સીનિયર અધિકારીએ જણાવ્યું કે, આઈસીસી ની ઈચ્છા હોય તો તેઓ ટૂર્નામેન્ટ ભારતની બહાર કરાવવા માટે સ્વતંત્ર છે. કારણકે ટેક્સ સંબંધી મામલે સરકારની મંજૂરી હોવી જરૂરી છે. તેમાં બહારના દબાણની કોઈ અસર નથી પડતી. તેમણે કહ્યું આ મામલે ટેક્સ ડિપાર્ટમેન્ટ અને મંત્રાલયના નિર્ણયની રાહ જોવામાં આવી રહી છે. અમે અમારા દેશમાં વર્લ્ડ કપ રમાય તેવું ઈચ્છીએ છીએ પરંતુ આઈસીસી જબરજસ્તી દબાણ કરવા માગતી હોય તો તેમણે દરેક વાત માટે તૈયાર રહેવું જોઈએ.

 તેમણે કહ્યું કે, જો તેઓ આઈસીસીની ટૂર્નામેન્ટને ભારત બહાર લઈ જવા ઈચ્છતા હોય તો આ સારી વાત છે. પરંતુ ત્યારે બીસીસીઆઈ તેમની રેવન્યૂમાં આઈસીસીને ભાગ નહીં આપે. ત્યારે જોઈએ છીએ કે કોને નુકસાન થાય છે. અધિકારીએ જણાવ્યું કે, પ્રશાસનિક પ્રભારી તેમના અધિકાર ક્ષેત્ર વગર નીતિગત નિર્ણય લેવાનો પ્રયત્ન કરે છે. આઈસીસીને તે નિર્ણય માટે બીસીસીઆઈને રોકવું મુશ્કેલ થશે. કારણકે તે નિર્ણયોમાં બોર્ડની મંજૂરી મળી નથી.

બીસીસીઆઈના એક અન્ય અધિકારીના જણાવ્યા પ્રમાણે આઈસીસી વિસ્તૃત વિચારધારાનો દાવો કરે છે પરંતુ તેઓ દરેક સંજોગોમાં ભારતના હિતને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. તેમણે કહ્યું કે, પહેલાં પણ જોવા મળ્યું છે કે, આઈસીસીએ વિવિધ સભ્ય બોર્ડ સાથે અલગ અલગ પ્રકારના કરાર કર્યા છે. ઉદાહરણ તરીકે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને ટેક્સમાં છૂટ મેળવવા માટે સર્વોચ્ચ પ્રયત્નની જરૂર હતી જ્યારે બીસીસીઆઈને ટેક્સમાં છૂટ સુનિશ્ચિત કરવાની જરૂર હતી.

આઈસીસીને વિશ્વસ્તરીય ટૂર્નામેન્ટના આયોજન માટે સભ્ય દેશો પાસેથી ટેક્સમાં છૂટ મળે છે. પરંતુ 2016માં ભારતમાં થયેલી ટી-20 વર્લ્ડ કપ માટે તેને ટેક્સમાં કોઈ છૂટ આપવામાં આવી નહતી. ભારતીય ટેક્સ કાયદો આ પ્રમાણેની કોઈ છૂટ આપતો નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular