Thursday, October 21, 2021
Homeભારત વિરૂદ્ધ એરસ્ટ્રાઇક કરી પાકિસ્તાને કરારનું ઉલ્લંઘન કર્યુ, પાકના F-16ના ઉપયોગથી અમેરિકા...
Array

ભારત વિરૂદ્ધ એરસ્ટ્રાઇક કરી પાકિસ્તાને કરારનું ઉલ્લંઘન કર્યુ, પાકના F-16ના ઉપયોગથી અમેરિકા મુશ્કેલીમાં

ઇન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાને બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ જવાબી કાર્યવાહીમાં ભારત પર કરેલી એરસ્ટ્રાઇકમાં ઉપયોગમાં લેવાયેલા ઇક્વિપમેન્ટ્સનું અમેરિકા મોનિટરિંગ કરી રહ્યું છે. ગત બુધવારે પાકિસ્તાને એરસ્ટ્રાઇક કરી તેના કારણે ભારત-પાક વચ્ચેના તણાવમાં ઓર વધારો થયો છે, હવે તેની અસર અમેરિકા તરફથી વેપન્સ ખરીદીમાં પણ જોવા મળશે.

ભારતીય ડિફેન્સ અધિકારીઓએ ગુરૂવારે મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, પાકિસ્તાને અમેરિકામાં બનેલા F-16 અને એડવાન્સ મીડિયમ રેન્જ એર-ટુ-એર મિસાઇલ (AMRAAMs)નો ઉપયોગ કર્યો હતો. પુલવામા હુમલામાં ભારતના 44 જવાનો શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી પાકિસ્તાનમાં આવેલા જૈશ-એ-મોહમ્મદ આતંકી જૂથે લીધી હતી. 14 ફેબ્રુઆરીના રોજ થયેલા પુલવામા હુમલાના જવાબમાં ભારતે 22 ફેબ્રુઆરીના રોજ બાલાકોટમાં JeMના આતંકી કેમ્પ પર હવાઇ હુમલાઓ કર્યા હતા.

ડિફેન્સ અધિકારીઓએ કાટમાળ રજૂ કર્યા
ભારતીય અધિકારીઓએ અમેરિકામાં બનેલી AMRAAM મિસાઇલ્સના કાટમાળ મીડિયા સામે પુરાવા તરીકે રજૂ કર્યા હતા. અધિકારીઓએ આરોપ લગાવ્યો હતો કે, ઇસ્લામાબાદે તણાવને ટાળવાની અપીલને અવગણીને તેના ચીફ સપ્લાયર મિલિટરી હાર્ડવેરને લગતા કરારનું ઉલ્લંઘન કર્યુ હતું.
અમેરિકન અધિકારીઓએ કહ્યું કે, તેઓ રિપોર્ટ્સના આધારે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી એરસ્ટ્રાઇકનું મોનિટરિંગ કરી રહ્યા છે. ભારતીય અધિકારીઓએ કહ્યું કે, પાકિસ્તાને જાણી જોઇને ખરીદીને લગતા એગ્રીમેન્ટ્સ તોડ્યા અને ભારત સામે પ્રતિકાર સમયે અમેરિકાના ફાઇટર જેટ્સ અને એર-ટુ-એર મિસાઇલ્સનો ઉપયોગ કર્યો છે.
અમેરિકન અધિકારીઓએ 8 જેટ્સના સપ્લાયને અટકાવી દીધો હતો. જો કે, આ વાત નવી નથી, પરંતુ F-16ના નવીનીકરણ બાદ પાકિસ્તાનને 2016માં વેચાણ કર્યુ હતું. આ ડીલ ઓબામા એડમિનિસ્ટ્રેશન સમયે થઇ હતી. તે સમયે પણ અન્ય કારણો સહિત એવી ચિંતા પણ હતી કે, પાકિસ્તાન આ એર-ટુ-એર મિસાઇલ્સનો ઉપયોગ ભારત વિરૂદ્ધ કરી શકે છે.
અમેરિકાએ પાકિસ્તાનને F-16 સોંપ્યા, તે સમયે એવી શરત મુકવામાં આવી હતી કે, પાકિસ્તાન ભારત અથવા કોઇ પણ દેશ વિરૂદ્ધ તેનો ઉપયોગ કરતા પહેલાં અમેરિકાને જણાવશે. પરંતુ પાકિસ્તાને આવું ના કર્યુ અને અમેરિકાને જણાવ્યા વગર જ 10 F-16 ભારત પર હુમલો કરવા મોકલી દીધા.
આતંકી કાર્યવાહીને નષ્ટ કરવા થઇ હતી ડીલ
પેન્ટાગનની DSCA (ડિફેન્સ સિક્યોરિટી એન્ડ કો-ઓપરેશન એજન્સી)એ જણાવ્યું કે, અમેરિકા પાસેથી આ પ્રકારના એડવાન્સ ફાઇટર જેટની ખરીદી બાદ તેનો ઉપયોગ થવાનો જ હતો. આ જેટ્સ પાકિસ્તાનની બળવાખોર અને આતંકી પ્રવૃતિઓને અટકાવવાના વાયદા હેઠળ પાકિસ્તાનને સોંપવામાં આવ્યા હતા. DSCA એ ડિપાર્ટમેન્ટ છે જે અમેરિકાના મિલિટરી ઇક્વિપમેન્ટ્સને ફોરેન ગવર્મેન્ટ્સને સોંપે છે અને તેનું ફંડ હપ્તામાં અથવા એકસાથે જ અમેરિકાને મળી જાય છે.
અમેરિકન સાંસદોએ જણાવ્યું કે, પાકિસ્તાન સાથે આર્મ્સ ડીલ વખતે ઘણાં સવાલો ઉભા થયા હતા. ખાસ કરીને ઇન્ડો-પાક ટેન્શન વધી રહ્યું છે તે સમયે F-16ની ડીલ ચોક્કસથી ભારત વિરોધી સાબિત થાય છે, પાકિસ્તાન આ જેટ્સનો ઉપયોગ ભારત અથવા અન્ય પ્રાદેશિક વિસ્તારોમાં કરી શકે છે. અન્ય સાંસદે કહ્યું કે, અમે પાકિસ્તાનને જ્યારે આ પ્રકારની વેપન સિસ્ટમ આપી તે સમયે ભારપૂર્વક કહેવામાં આવ્યું હતું કે, તેઓ આ પ્રકારના વેપન્સનો ઉપયોગ આતંકવાદ વિરૂદ્ધ કરશે, ભારત સાથે યુદ્ધ માટે નહીં.
ઓબામાના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાનને સબસિડી વ્યવહારના આધારે F-16 ફાઇટર જેટ્સ આપવામાં આવ્યા હતા. હવે પાકિસ્તાને આ જેટ્સનો ઉપયોગ ભારત સામે એરસ્ટ્રાઇક દરમિયાન કર્યો છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments