ભારત વિરૂદ્ધ F-16 જેટના ઉપયોગના આરોપને પાકે નકાર્યા; ચીનના JF-17થી સ્ટ્રાઇક કરી હોવાનો ખુલાસો :રિપોર્ટ

0
30

વોશિંગ્ટન (યુએસ): બાલાકોટમાં ભારતે કરેલી એરસ્ટ્રાઇકની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાને 26 તારીખે જે એરસ્ટ્રાઇક કરી હતી તેમાં JF-17 ફાઇટર જેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમેરિકન ડિપ્લોમેટે જણાવ્યું કે, વોશિંગ્ટન એ જાણવા માંગે છે કે, પાકિસ્તાને એરસ્ટ્રાઇક માટે અમેરિકામાં તૈયાર થયેલા F-16 જેટ્સનો ઉપયોગ કર્યો હતો કે નહીં. એક અંગેના રિપોર્ટ અનુસાર, એરસ્ટ્રાઇકમાં ઉપયોગમાં લેવાયેલું વિમાન એ જ હોઇ શકે છે, જેને ભારતીય એરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને તોડી પાડ્યું હતું. ગત સપ્તાહના અંતે રજૂ કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર, ભારતીય વિમાન MiG-21 હતું, આ સોવિયેત-ડિઝાઇન એરક્રાફ્ટ છે જે 1960થી સર્વિસમાં લેવામાં આવે છે. MiG-21 ભારતીય એર ફોર્સની કરોડરજ્જુ છે, ભારત પાસે આ જેટની સંખ્યા 200થી વધુ છે. જ્યારે JF-17 ચીનમાં તૈયાર કરાયેલું ફાઇટર જેટ છે, જેને પાકિસ્તાન અને ચીન સંયુક્ત રીતે નિર્માણ કરે છે.

ભારતીય પાઇલટ્સ માટે ફ્લાઇંગ કોફિન
ઓસ્ટ્રેલિયાની એશિયા-પેસિફિક ડિપ્લોમસી કોલેજના સ્ટુડન્ટ નિશાંક મોટવાનીના જણાવ્યા અનુસાર, ભારતીય પાઇલટ MiG-21ને ફ્લાઇંગ કોફિન કહે છે, કારણ કે અત્યાર સુધી આ જેટમાં અનેક અકસ્માતો થઇ ચૂક્યા છે. આ અકસ્માતો જ ભારતીય વાયુ સેનાની મુશ્કેલીઓને દર્શાવે છે, ભારત મિલિટરી બજેટમાં ઘણી ફાળવણી કરે છે, મોટાંભાગનો ખર્ચ તેની પાસે રહેલા ઇક્વિપમેન્ટ્સની જાળવણી અને સેલેરી પાછળ ખર્ચ થાય છે.
વોશિંગ્ટન રિપોર્ટ અનુસાર, ભારતીય પાર્લામેન્ટ કમિટીએ હાલની ઇન્ક્વાયરીમાં કહ્યું હતું કે, બજેટની ફાળવણી બાદ શસ્ત્રોના મોર્ડનાઇઝેશન પાછળ માત્ર 14 ટકાનો જ ખર્ચ થાય છે, જે અપુરતું છે.
F-16નો ઉપયોગ નથી થયોઃ પાકિસ્તાન
પાકિસ્તાનમાં આવેલી અમેરિકન એમ્બેસીના પ્રવક્તાએ જણાવ્યું કે, યુનાઇટેડ સ્ટેટ ભારતીય એરસ્ટ્રાઇક્સ માટે પાકિસ્તાને અમેરિકામાં તૈયાર થયેલા F-16 જેટનો ઉપયોગ કર્યો હતો કે નહીં તે અંગેની માહિતીઓ અને પુરાવા એકઠું કરી રહ્યું છે. જો પાકિસ્તાને F-16નો ઉપયોગ કર્યો છે તો તેણે વોશિંગ્ટન અને ઇસ્લામાબાદ વચ્ચે F-16ની ખરીદી સમયે થયેલી સંધિનો ભંગ કર્યો હોવાનું કહેવાશે.
પાકિસ્તાને કહ્યું કે, ભારતીય ફાઇટર જેટને તોડી પાડવા માટે તેણે F-16 જેટનો ઉપયોગ નથી કર્યો. ઇસ્લામાબાદના અધિકારીએ જણાવ્યું કે, ભારતીય જેટને વળતો જવાબ આપવો તે સ્વ-બચાવની કામગીરી હતી.
અમેરિકન એમ્બેસીના પ્રવક્તાએ કહ્યું કે, અમે એરસ્ટ્રાઇક્સમાં ઉપયોગમાં લેવામાં આવેલા ફાઇટર જેટ્સ અંગે રિપોર્ટ્સ અને વધુ માહિતીઓ એકઠી કરી રહ્યા છીએ. અમે ડિફેન્સના દુરૂપયોગને લગતા તમામ આરોપોને ગંભીરતાથી લઇ રહ્યા છીએ.
પાકે સંધિ તોડ્યાનો ભારતનો દાવો
અમેરિકા અવારનવાર તેણે એક્સપોર્ટ કરેલા મિલિટરી હાર્ડવેરના ઉપયોગ માટે પ્રતિબંધો લાદતું રહે છે. ભારતે દાવો કર્યો હતો કે, પાકિસ્તાને ભારતમાં કરેલી એરસ્ટ્રાઇલમાં AIM-120C-5 એડવાન્સ મિડિયમ રેન્જ એર-ટુ-એર મિસાઇલ છોડી હતી. આ સ્ટ્રાઇકમાં F-16 વાઇપર ફાઇટર જેટનો પણ ઉપયોગ થયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
પાકિસ્તાને ભારતના આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. પાકિસ્તાનના પ્રવક્તાએ કહ્યું કે, ભારતે એવો પણ દાવો કર્યો હતો કે, તેણે પાકિસ્તાનના વાઇપર જેટને તોડી પાડ્યું હતું. પાકિસ્તાને કહ્યું કે, જ્યારે પાકિસ્તાને F-16નો ઉપયોગ કર્યો જ નથી, તો ભારતે આ પ્રકારના કોઇ પણ જેટને તોડી પાડ્યું હોય તેવા સવાલો જ ઉભા નથી થતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here