ભારત 3 ગોલ્ડની સાથે મેડલ ટેલીમાં ટોપ પર: સૌરભ-મનુએ ગોલ્ડ જીત્યો,એક ઓલિમ્પિક ક્વોટા મળ્યો

0
33

સ્પોર્ટસ ડેસ્ક. ભારતે શૂટિંગ વર્લ્ડ કપની પુર્ણાહુતિ સુવર્ણ રીતે કરી છે. સૌરભ ચૌધરી અને મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ઇવેન્ટમાં દેશને ગોલ્ડ અપાવ્યો. સૌરભ અને મનુનો સ્કોર 483.4 રહ્યો. આ ભારતનો ટુર્નામેન્ટમાં ત્રીજો ગોલ્ડ હતો. આમાંથી બે સૌરભે અપાવ્યા. સૌરભે 10 મીટર એર પિસ્તોલમાં ગોલ્ડ જીત્યો હતો. જ્યારે બીજો એક ગોલ્ડ મેડલ અપૂર્વી ચંદેલાએ જીત્યો હતો. યજમાન ભારત ત્રણ મેડલની સાથે મેડલ ટેલીમાં સંયુક્ત રીતે ટોપ પર રહ્યું. ભારતને આ ટુર્નામેન્ટમાંથી જે એક ઓલિમ્પિક ક્વોટા મળ્યો તે સૌરભે અપાવ્યો. ચીને 5 ઓલિમ્પિક ક્વોટા મેળવ્યા છે. ટુર્નામેન્ટ માં 14 ઓલિમ્પિક ક્વોટા હતા.

સૌરભ-મનુએ વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી

ચીનની રેનસિન જિયાંગ અને બોવેન ઝેંગની જોડીએ 477.7 સ્કોર સાથે સિલ્વર મેળવ્યો. સૌરભ અને મનુનો ફાઇનલમાં દબદબો એટલો વધારે હતો કે તેમના અને સિલ્વર મેડાલિસ્ટની જોડીની વચ્ચે 5.8 પોઇન્ટનું અંતર હતું. આ સૌરભનો 3 વર્ષમાં 10મો ગોલ્ડ મેડલ છે. તેમણે છેલ્લાં વર્ષે 7 ગોલ્ડ જીત્યા છે. આ સૌરભનો પહેલો સિનિયર વર્લ્ડ કપ હતો. જ્યારે મનુએ ગત વર્ષે 4 ગોલ્ડ અને એક સિલ્વર જીત્યો હતો.
સૌરભ-મનુની જોડીએ ક્વોલિફિકેશનમાં 778ના સ્કોર કરીને વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી હતી. મનુએ 96, 95, 98 અને 96ની સીરિઝની સાથે કુલ 385 પોઇન્ટનો સ્કોર કર્યો. સૌરભે 100, 97, 98 અને 98ની સીરિઝ સાથે 393નો સ્કોર કર્યો. ચીનની જોડીએ કુલ 775નો સ્કોર કર્યો હતો. આ ઇવેન્ટમાં એક બીજી ભારતીય જોડી હીના સિંધુ અને અભિષેક વર્માએ 770ના સ્કોરની સાથે નવમું સ્થાન મેળવ્યું. 10 મીટર એર રાઇફલ મિક્સ્ડ ટીમમાં રવિ અંજુમ અને અપૂર્વી-દીપકની જોડી ફાઇનલમાં પહોંચી શકી નહીં. રવિ-અંજુમ સાતમાં, અપૂર્વી-દીપકે 25માં ક્રમે રહ્યા. આગામી વર્લ્ડ કપ(શોટગન) 15 માર્ચથી મેક્સિકોમાં રમાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here