Tuesday, December 7, 2021
Homeભારે પડશે Credit cardનો ઉપયોગ, 1 એપ્રિલથી બદલાઇ રહ્યો છે નિયમ
Array

ભારે પડશે Credit cardનો ઉપયોગ, 1 એપ્રિલથી બદલાઇ રહ્યો છે નિયમ

ATM કાર્ડનો આજના સમયમાં દરેક લોકો ઉપયોગ કરે છે અને જો તમે પણ કરો છો તો આ સમાચાર તમારા માટે છે, કારણ કે HDFC બેંક પોતાના નિયમમાં ફેરફાર કરવા જઇ રહ્યું છે અને પોતાના ગ્રાહકને મોટો ઝટકો આપવા જઇ રહ્યું છે. કંપનીએ નિર્ણય લીધો છે કે જો ગ્રાહક ક્રેડિટ કાર્જની મોડી ચુકવણી કરે છે તો એમને વધારે પૈસા ખર્ચ કરવા પડશે. આ નવા નિયમને 1 એપ્રિલથી લાગૂ કરવામાં આવી રહ્યો છે. એની જાણકારી HDFC બેંકે પોતાની સત્તાવાર વેબસાઇટ પર આપી છે.

જો તમારું સ્ટેટમેન્ટ બેલેન્સ 501થી 5000 રૂપિયાની વચ્ચે છે તો તમને લેટ પેમેન્ટ પર 400 રૂપિયાની જગ્યાએ 500 રૂપિયા ચુકવવા પડશે. આ ઉપરાંત 5001 થી 10000 રૂપિયાની વચ્ચે હોય છે તો તમારે 500 ની જગ્યાએ 600 રૂપિયા આપવા પડશે. અને તમારું સ્ટેટમેન્ટ બેલેન્સ 10,000 થી 25000 રૂપિયાની વચ્ચે છે તો 750 રૂપિયાની જગ્યાએ 800 રૂપિયા આપવા પડશે. જો સ્ટેટમેન્ટ બેલેન્સ 25000 રૂપિયાથી વધારે છે તો તમારે 750 રૂપિયાની જગ્યાએ 950 રૂપિયા આપવા પડશે.

નોંધનીય છે કે મોટાભાગના લોકો ઓનલાઇન શોપિંગ માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે. એવામાં બેંકનો આ નિર્ણય ગ્રાહકોને ચૂનો લગાવી શકે છે અથવા એવું કહી શકાય કે ટેન્શન વધારી શકે છે. કારણ કે મોટાભાગના લોકો મોંઘો સામાન ખરીદવા માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો એવામાં ઘણી વખત એમને ઇએમઆઇ આપવામાં લેટ થઇ જાય છે જેના કારણે એમને લેટ ચાર્જ આપવો પડે છે. હાલમાં આ નવા નિયમને બેંક 1 એપ્રિલથી લાગૂ કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments