ભાવનગરઃ અલંગના વેપારીના અપહરણ મામલે પોલીસે 5ની કરી ધરપકડ

0
21

ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં અલંગના ભંગારનો વેપાર કરતા સાદિક યુનુસભાઈ હડપ્પા પોતાના કામકાજ માટે જઈ રહ્યાં હતા. ત્યારે પાછળથી આવેલા કેટલાક ઇસમો તેને તેના જ બાઈક સાથે જ ખાર વિસ્તારમાં અપહરણ કરી અને ઉપાડી ગયેલા જ્યાં તારે મારી બહેન સાથે સબંધ છે તેમ કહી અને તેનો કબુલાત કરતો વિડીયો ઉતાર્યો હતો.

આ વીડિયોમાં તેની પાસે 15 લાખની માંગણી કરી અને તેની પાસે રહેલ મોબાઈલ અને રોકડા મળી 15,૦૦૦ લઈ લીધા હતા. જ્યારે બાકીના ઘરેથી આપવાનું કહેતા ફરિયાદી યુવકને બાઈક પર બેસાડી તેના ઘેર ભીલવાડા સર્કલ જઈ રહ્યા હતા.

જો કે અપહરણ કરાયેલ ફરિયાદી યુવકને મોકો મળતા જ બાઈક પરથી ઉતરી અને ભાગી જઈ તેને આ સમગ્ર ઘટના અંગે પોલીસને જણાવતા ભાવનગર બોરતળાવ પોલીસે તપાસ હાથ ધરી છે. આ ગુનામાં સંડોવાયેલા સિરાઝ સલીમભાઈ ચાંદ, અનવર જકીરભાઇ મીઠાણી, આકાશ ભુપતભાઈ મકવાણા અને અશોકભાઈ ભુપતભાઈ મકવાણા, તેમજ સાગર કેશુભાઈ મકવાણા નામના આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાબી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here