ભાવનગરના ઘોઘામાં મુંબઈની CA કરતી પૂજા વૈભવી જીવનનો ત્યાગ કરી દીક્ષા લેશે

0
36

ભાવનગર:મુંબઈની CA કરતી પૂજા વૈભવી જીવનનો ત્યાગ કરી સંયમના માર્ગને પસંદ કર્યો છે. પૂજાનું કહેવું છે કે સમાજથી પણ મોટો સમાજ જીવન શાસનનો છે. પૂજાએ CAનો અભ્યાસ પૂર્ણ કરીને દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. પૂજા ભાવનગરના ઘોઘામાં આચાર્ય પ્રબોદચંદ્ર મ.સાની નિશ્રામાં દીક્ષા લેશે.

આચાર્ય પ્રબોદચંદ્ર મ.સાની નિશ્રામાં દીક્ષા લેશે

સયંમ જીવન મને મળશે એ વિચારમાત્રથી હું આનંદિત થાઉં છું કારણ કે જેમ જેમ હું જૈન શાસનમાં ટોપ ગુરુ ભગવાન અને આરાધનામાં ઓતપ્રોત થતી ગઈ તેમ તેમ મારી દીક્ષા લેવાની ભાવના પ્રબળ બની હતી. ઉપધાન તપની ભાવના પ્રબળ બની હતી. ઉપધાન તપની માફક એક એક અનુભવ લીધો અને ત્યારબાદ આશ્રમજીવનનો નિર્ણય લીધો છે. તેમ ઘોઘા ખાતે દીક્ષા લેનાર સી.એ.નો અભ્યાસ કરી પૂજા કમલેશભાઈ શાહ નામની મુંબઈની યુવતીએ જણાવ્યું હતું.
ત્રણ ફઈબા,દાદા અને બહેન બાદ આ છઠ્ઠી દીક્ષા
CA જેવા ઉચ્ચ અભ્યાસ બાદ સમાજલક્ષી કામ કરવું જોઈએ તેવા પ્રશ્નોના જવાબમાં પૂજાએ જણાવ્યું હતું કે, સમાજથી પણ મોટો સમાજ એ જીવન શાસનનો સમાજ છે. સમાજમાં કામ કરવા વાળા ઘણા મળશે પણ 84 લાખ બહુ પછી મને આ જીનશાસનમાં અવતાર મળ્યો છે તેને સાર્થક તો સંયમ દ્વારા જ કરી શકીશ. દીક્ષાની ભાવના હોય તે જીવનમાં હકારાત્મક બને સંયમ જીવનના બહારથી દેખાતી મુશ્કેલી કરતા અંતરનો આનંદ અને આત્માનું કલ્યાણ અનન્ય છે. પરિવારમાંથી ત્રણેય ફઈબા, દાદા અને મોટી બહેનની દીક્ષા બાદ આ છઠ્ઠી દીક્ષા છે. તેનો યશ તેના પિતા કમલેશભાઈ સંયુક્ત પરિવારને આપે છે. કુટુંબની હૂંફને કારણે જ બંને દીકરીઓને દીક્ષા માટે મંજૂરી આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here