Thursday, October 21, 2021
Homeભાવનગરમાં સ્વાઇન ફ્લુથી વૃદ્ધનું મોત, 39 કેસ પોઝિટીવ
Array

ભાવનગરમાં સ્વાઇન ફ્લુથી વૃદ્ધનું મોત, 39 કેસ પોઝિટીવ

ભાવનગર: સ્વાઇન ફ્લુમાં શહેરના વળવા કાછિયાવાડ વિસ્તારમાં રહેતા 69 વર્ષના વૃદ્ધનું ગત મોડીરાત્રે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. વૃદ્ધ છેલ્લા લાંબા સમયથી બિમાર હતા અને તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેમને સ્વાઇન ફ્લૂના શંકાસ્પદ લક્ષણો જણાતા ભાવનગર સર ટી હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ભાવનગર શહેર અને જિલ્લામાં સ્વાઈન ફ્લુના અત્યાર સુધીમાં 93 કેસ નોંધાયા છે. જેમાં 39 જેટલા કેસ પોઝિટીવ છે તો હાલ 12 જેટલા કેસ સારવારમાં છે. અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લુને કારણે 10ના મોત નીપજ્યા છે. હાલ 12 દર્દીની સારવાર ચાલી રહી છે. જેમાં આઠ લોકો ભાવનગરની સર ટી હોસ્પિટલમાં સારવારમાં છે તો અન્ય ચાર જેટલા દર્દી ખાનગી હોસ્પિટલમાં સારવારમાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments