ભાવનગર-અમદાવાદ હાઇવે પર અકસ્માત, બંન્ને કારના ભૂક્કા બોલ્યા

0
46

ભાવનગર-અમદાવાદ માર્ગ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો. ધોલેરા નજીક 2 કાર વચ્ચે અકસ્માત થતા ચાર વ્યક્તિઓના મોત નિપજ્યા છે. જ્યારે પાંચને ગંભીર ઇજા પહોંચી છે. મૃતકમાં બે પુરુષ, એક મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. અકસ્માતની ઘટનાને લઇ બે 108 સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

આ ઘટના મામલે મળતી માહિતી મુજબ, ધોલેરા ભાવનગર હાઇવે નજીક આવેલ પીપળી ગામ ખાતે ઈનોવા અને વેગનાર કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે.

જ્યારે 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના અંગેની જાણ આસપાસના વિસ્તારમાં થતાં જ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે, ઈજાગ્રસ્ત લોકોને ધંધુકાની Rms હોસ્પિટલમાં સારવાર અર્થે તાત્કાલિક અસરથી ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા 108 અને પોલીસની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલીસે વધુ તપાસ શરૂ કરી દીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here