ભાવનગર-ગાંધીનગર ઈન્ટરસિટી શરૂ, અમદાવાદ માટે આંબલી સ્ટેશને ઉતરવું પડશે

0
58

અમદાવાદઃ ભાવનગરથી ગાંધીનગર સુધીની ઈન્ટરસિટી ટ્રેન(નંબર-19204)ની આજથી શરૂઆત થઈ છે. આ ઈન્ટરસિટીને ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ ટ્રેન દૈનિક સવારે 8.15 કલાકે ભાવનગર ટર્મિનસથી ઉપડીને બપોરે 2.35 કલાકે ગાંધીનગર પહોંચશે. જ્યારે ગાંધીનગરથી આ ઈન્ટરસિટી (19203) સાંજે 5.45 વાગ્યે ઉપડીને રાતના 11 અને 55 વાગ્યે ભાવનગર પહોંચશે. આ ટ્રેનમાં અમદાવાદ આવવા માગતા લોકોને આંબલી રોડ સ્ટેશને ઉતરવાનું રહેશે.

ભાવનગરથી અમદાવાદ સુધીનું સાધારણ ચેરકારનું ભાડું રૂ.115

એક AC અને 5 જનરલ સહિત 10 કોચ

ભાવનગરથી ઉપડનારી ઈન્ટરસિટી સિહોર,ધોળા,બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ અને આંબલી રોડ(અમદાવાદ) થઈને ગાંધીનગર પહોંચશે. આ ટ્રેનમાં 2 સાધારણ ચેરકાર, એક એસી ચેરકાર, 5 જનરલ કોચ અને 2 એસ.એલ.આર. સહિત કુલ 10 કોચ છે. આ ટ્રેનમાં રિઝર્વેશન પણ શરૂ થઈ ગયું છે.

સામાન્ય ચેરકારમાં ભાવનગરથી ગાંધીનગરનું ભાડું રૂ.120

સામાન્ય ચેરકારમાં ભાવનગરથી ગાંધીનગરનું ભાડું રૂ.120 રૂપિયા તથા એસી ચેરકારનું ભાડું રૂ.440 છે. જ્યારે ભાવનગરથી આંબલી રોડ(અમદાવાદ આવવા માટે)નું સાધારણ ચેરકારનું ભાડું રૂ.115 જ્યારે એસી ચેરકારનું ભાડું રૂ.420 છે.

અમદાવાદ આવવાની મુશ્કેલી હળવી થઈ

છેલ્લા કેટલાક સમયથી ભાવનગરથી અમદાવાદ આવવા માટે લોકોને માત્ર એસ.ટી. બસ કે ખાનગી લક્ઝરી બસમાં જ મુસાફરી કરવી પડતી હતી. આ અગાઉ ભાવનગરથી બેસી પહેલા બોટાદ પહોંચી અને ત્યાંથી અમદાવાદની ટ્રેન બદલીને આવવું પડતું હતું. પરંતુ ગેજ પરિવર્તનને કારણે તે સેવા બંધ થતાં લોકોને ના છૂટકે મોંઘા ભાડાં ચૂકવી અમદાવાદ આવવું પડતું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here