Tuesday, September 21, 2021
Homeભાવનગર : જુગાર રમતા ઝડપાયેલા શખ્સોએ લાંચના રૂ. 1 લાખ નહીં આપતા...
Array

ભાવનગર : જુગાર રમતા ઝડપાયેલા શખ્સોએ લાંચના રૂ. 1 લાખ નહીં આપતા PI મિશ્રાએ દારૂ પી ઢોરમાર માર્યાનો આક્ષેપ

ભાવનગર:મહુવામાં દબંગ પી.આઈ. તરીકેની છાપ ઊભી કરનાર પી.આઈ. મિશ્રા સામે જુગારમાં ઝડપાયેલા કેટલાક શખ્સોએ લાંચના રૂપિયા એક લાખ નહીં આપતા ઢોર માર માર્યાની ફરિયાદ કરી છે. બીજી બાજુ પી.આઈ. મિશ્રાએ આક્ષેપોને ખોટા ગણાવી કેટલાક લોકોનું ભેજુ આની પાછળ હોવાનો આક્ષેપ કર્યો છે.

બેફામ લાઠીચાર્જ કરી ઢોરમાર માર્યો

મહુવામાં ખોખરી મસ્જીદ પાસે રહેતા અબુબકર અનવરભાઇ ઉમરાણીએ ભાવનગર જીલ્લા પોલીસવડાને ફરિયાદ કરતા જણાવેલ છે કે ગત તા.23/3 ના રાત્રીના મહુવા પોલીસે 11 શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા અને તમામને પોલીસ સ્ટેશનમા લવાયા હતા અને જુગારધારા હેઠળ ગુનો દાખલ કર્યો હતો. બાદમાં ફરજ પરના પોલીસ ઇન્સ્પેકટર દિપક મીશ્રા ફૂલ દારુ પીધેલી હાલતમાં હતા અને અમોને જણાવેલ કે તમે 11 જુગારી ” છો… તમામ રુ.10 હજાર લેખે એક લાખ દશ હજાર રુપીયા આપી દો. નહીતર તમારા ઉપર ગુનો દાખલ કરીશું.
PIએ અમારી પાસે 1.10 લાખ રૂપિયાની લાંચ માગી
એક આરોપીના જણાવ્યા પ્રમાણે, આ વાત મે મારી સાથે પકડાયેલ તમામને કરેલી. પરંતુ અમારી પાસે ખીસ્સામા રહેલ તમામ પૈસા લઇ લીધેલા અને વધારાની પી.આઇ.ની રૂ.1.10 લાખની રકમની વાત અમે પુરી ન કરી શકયા. જેથી પી.આઇ.મીશ્રાએ અમારી ઉપર બેફામ લાઠી ચાર્જ કરેલો અને ઢોરમાર માર્યો હતો અને બેફામ ગાળો પણ આપી હતી. આ સાથે જ તેમણએ કહ્યું કે પૈસા નહિં આપો તો તમને ખોટા કેસમાં ફીટ કરી દઇશ.
ઘાયલ થયેલાઓએ હનુમંત હોસ્પિટલમાં સારવાર લીધી
બીજા દિવસે જામીન પરથી મુક્ત કર્યા બાદ આ તમામ હનુમંત હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા. જે બાદ અમે પોલીસ ફરિયાદ કરી હતી. આ શખ્સોનું કહેવું છે કે અમે FRIની કોપી લેવા માટે પોલીસ સ્ટેશનમાં ગયા ત્યારે પોલીસે અમને ગાળો આપી કાઢી મુક્યા હતા. જો કે માર માર્યાનો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી ગઈ હતી. બાદમાં પી.આઇ.ના મળતીયાઓ અમારી પાસે સમાધાન કરવા માટે દબાણના પ્રયત્નો કરે છે. જેથી જે.પી.આઇ.મીશ્રા વિરૂધ્ધ પગલા લેવામાં નહી આવે તો કોર્ટના શરણે જઇ તમામ પરિવારો ધરણા અને જળ ત્યાગ કરશે.
તમામ આક્ષેપો પાયા વિહોણા છે – મિશ્રા
અગિયાર જુગારીઓમાંથી માત્ર ત્રણ જણાજ આક્ષેપ કરે છે. જે પાયા વિહોણા છે. બાકીના આઠ કશુ બોલતા નથી.ગુનો બન્યાના બે દિવસથી તેઓ સારવાર માટે હોસ્પીટલમા દાખલ થયા હતા. દારુ,જુગાર સહીતના ગુનાઓ તે ઓની વિરૂદ્ધમાં દાખલ થયેલા છે. મારી વિરૂગ્ઘના આક્ષેપો તદન ખોટા છે અને તે માત્ર પોલીસને દબાવવાની વાત છે. આના પાછળ કોઇ મોટુ માથુ કામ કરી રહ્યુ છે.
દીપક મીશ્રા, પી.આઇ.મહુવા પોલીસ સ્ટેશન 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments