Wednesday, September 22, 2021
Homeભાવનગર નાં વિકટોરીયામાં પ્રેમી-પંખીડાનો બળજબરીથી વીડિયો ઉતાર્યો,
Array

ભાવનગર નાં વિકટોરીયામાં પ્રેમી-પંખીડાનો બળજબરીથી વીડિયો ઉતાર્યો,

ભાવનગર:એકાંત માણતા પ્રેમીપંખીડાઓનો વીડિયો ઉતારી તોડતાડ અને બ્લેક મેઇલીંગ કરાતા હોવાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે. જેમાં શહેરનાં વિકટોરીયા પાર્કમાં એક પ્રેમી યુગલને બળજબરીથી કપડા કઢાવી તેનો વીડીયો ઉતરાવી મોટી રકમની માંગણી કરવામાં આવી હતી. જે પુરી નહી થતા વીડિયો વાઇરલ કરાયો હોવાનું બહાર આવ્યું છે. એ જ રીતે એક શાળામાં વિદ્યાર્થીની સાથેનો વીડિયો વાઇરલ થયો છે.

ખુલ્લા તત્વોએ 3 લાખની માંગણી કરી

થોડા સમય પહેલા શહેરના વિકટોરીયા પાર્કમાં બેસેલા ટીનેજર પ્રેમી-પંખીડાને આ વિસ્તારમાં ફરતા કેટલાક લુખ્ખા અને અસામાજીક તત્વોએ ધમકાવ્યા હતા અને પરાણે કોઇ અગાસી જેવા ભાગમાં લઇ જઇ તેમની પાસે કપડા ઉતરાવી તેમનો બિભ્તસ વીડિયો ઉતારી લીધો હતો. આ ઘટના બાદ યુવતીના પિતા સીંધી સમાજના આગેવાન હોવાથી તેમની પાસે રૂપિયા 3 લાખ જેવી રકમની માંગણી કરી હતી. આ રકમમાંથી અમુક રકમ ચુકવાય હોવા છતાં આ વીડિયો આજે વાઇરલ થતા યુવક-યુવતીના પરિવારનો મુંજવણમાં મુકાય ગયા છે.
એક શાળામાં વિદ્યાર્થિની સાથેનો વીડિયો વાઇરલ
શહેરના પાનવાડી વિસ્તારમાં આવેલી એક સ્કુલમાં કેટલાક વિદ્યાર્થીઓએ ભેગા મળી કોઇ કાવત્રુ કર્યું હોવાનું બહાર આવ્યું છે. જેમાં શાળામાં સાથે ભણતી વિદ્યાર્થીનીને સ્કુલના બીજા રૂમમાં બોલાવી તેની સાથેના કીસીંગના દ્રશ્યો વીડિયોમાં કેદ કર્યા હતા. વિદ્યાર્થીનીને આ બાબતની ખબર પડતા જ તે રોઇ પડી હતી. જો કે આ તો માત્ર મજાક છે. એમ કરી તેને સમજાવી દેવામાં આવી હતી. પણ પાછળની આ વીડિયો પણ વાયરલ કરાયો છે. આવા અનેક કિસ્સાઓ શહેરમાં બની રહ્યા છે. ત્યારે નિરાંતે બેસી જાહેર સ્થળ પર વાતો કરતા લોકોને આવા લુખ્ખા લોકો રંજાડે નહી તે માટે પોલીસે ખાસ વ્યવસ્થા ગોઠવવી જોઇએ તેવી લોક માંગ છે.
સાયબર સેલે પણ તપાસ કરવી જોઈએ
શહેરમાં એકાંતનો લાભ લઇ આવી રીતે વીડિયો ઉતારી બાદમાં પૈસા ન મળતા બ્લેકમેઈલીંગ કરી આવી રીતે સોશીયલ મિડીયા પર વીડિયો વાઈરલ કરવાના કિસ્સા સમાજ માટે ખતરનાક સાબિત થઈ શકે તેમ છે. આ માટે સાયબર સેલે પણ તપાસ કરવી જોઈએ. ગુનાહીત પ્રવૃતિ સામે પગલા લેવાશે. શહેરમાં ક્યાંય પણ કોઇ પણ પ્રકારની ગુનાહીત પ્રવૃતીઓ ચાલતી હશે અને તેની અમને જાણ કરાશે તો તેની સામે પોલીસ તંત્ર ચોક્કસ પગલા ભરશે.
મનીષ ઠાકર, સીટી ડીવાયએસપી 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments