Tuesday, September 21, 2021
Homeભાવનગર ના દરેડના રાજવી પરિવાર ના સભ્ય અભિલાષાકુમારી લોકપાલ ની ટીમમાં સામેલ
Array

ભાવનગર ના દરેડના રાજવી પરિવાર ના સભ્ય અભિલાષાકુમારી લોકપાલ ની ટીમમાં સામેલ

ભાવનગર: એક સમયે ભારતમાં લોકપાલની નિમણૂંક કરવા માટે લોકઆંદોલન થયા હતા, અને તત્કાલીન સરકાર તેમાં ઘેરાઇ ગઇ હતી, તે લોકપાલની નિમણૂંક ગત મંગળવારે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવી છે. લોકપાલ તરીકે પિનાકીચંદ્ર ઘોષની નિયુક્તિ કરવામાં આવી છે. ભાવનગર જિલ્લા માટે ગૌરવ સમાન બાબતમાં દરેડના રાજવી પરિવારના સભ્ય અને મણીપુર હાઇકોર્ટના પૂર્વ ચિફ જસ્ટિસ અભિલાષાકુમારીની નિમણૂંક પણ લોકપાલની ટીમમાં કરવામાં આવી છે.

 

લોકપાલની નિમણૂંક કરવા બાબતે અન્ના હઝારે દ્વારા વર્ષ 2011માં દિલ્હીમાં આમરણાંત ઉપવાસ કરવામાં આવ્યા હતા અને આ જનઆંદોલનમાંથી અનેક નેતાઓએ ઉપસી આવ્યા હતા. હાલ જેઓ રાજનીતિમાં કાર્યરત છે. બાદમાં સરકાર દ્વારા વર્ષ 2013માં લોકપાલ અને લોકાયુક્ત અંગેનો કાયદો પસાર કરવામાં આવ્યો હતો. કાયદો આવી ગયા બાદ 6 વર્ષ પછી સરકાર દ્વારા સામાન્ય ચૂંટણી પૂર્વે એક ઘટનાક્રમમાં પિનાકીચંદ્ર ઘોષનું નામ લોકપાલ તરીકે મોકલવામાં આવ્યું હતું. જેને રાષ્ટ્રપતિએ સ્વીકૃતિ આપી હતી.પૂર્વ સશસ્ત્ર સીમા બલના ચિફ અર્ચના રામસુન્દરમ્, મહારાષ્ટ્રના પૂર્વ ચિફ સેક્રેટરી દીનેશકુમાર જૈન, મહેન્દ્રસિંઘ અને ઇન્દ્રજીતપ્રસાદને લોકપાલના નોન જ્યુડિશીયલ મેમ્બર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

જ્યારે જસ્ટિસ દિલીપ ભોંસલે, પ્રદીપકુમાર મોહંતિ, અભિલાષા કુમારી, અજયકુમાર ત્રિપાઠીને એન્ટિ કરપ્શન લવાદ ટીમમાં જ્યુડિશીયલ મેમ્બર તરીકે સામેલ કરવામાં આવ્યા છે. અભિલાષાકુમારી મણીપુર હાઇકોર્ટના ચિફ જસ્ટિસ તરીકે તાજેતરમાં જ નિવૃત્ત થયા હતા અને તેઓ હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વિરભદ્રસિંઘના દીકરી અને તેઓના લગ્ન ભાવનગર જિલ્લાના વલભીપુરના દરેડ ગામના રાજવી પરિવારમાં થયા હતા.

 

ગુજરાત સહિત દેશમાં ભારે ચર્ચાસ્પદ બનેલા ઇશરતજહાં નકલી એન્કાઉન્ટર કેસની સીબીઆઇની ઇન્કવાયરી બાદ બે જજની બેચ નિયુક્ત કરવામાં આવી હતી. તેમાં પણ અભિલાષાકુમારીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સમગ્ર દેશમાં જ્યુડિશીયલ સીસ્ટમમાં તેઓનું નામ સન્માનપૂર્વક લેવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments