Thursday, August 5, 2021
No menu items!
Homeભાવનગર : બોગસ GST બીલો બનાવી કરચોરી કરવામાં આવી
Array

ભાવનગર : બોગસ GST બીલો બનાવી કરચોરી કરવામાં આવી

હાલ રાજ્યભરમાં સ્ટેટ GST વિભાગ બોગસ બિલિંગ દ્વારા કરવામાં આવતી કરચોરીના કેસો શોધવાની ઝૂંબેશ ચલાવી રહી છે. સ્ટેટ GST વિભાગ દ્વારા 7 જુલાઈ, 2021થી બોગસ બિલિંગમાં સંકળાયેલા કંપનીઓ-પેઢીઓ તથા તેમના સંલગ્ન અન્ય શખ્સોના ધંધાના તથા રહેઠાણના વિવિધ સ્થળોએ તબક્કાવાર દરોડા પાડવામાં આવી રહ્યા છે.

તાજેતરમાં 12 જુલાઈના રોજ ભાવનગર ખાતે 9 પેઢીઓના સ્થળે તપાસ કરવામાં આવી હતી. આ તપાસના ભાગરૂપે ભાવનગરના 4 શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે 19 જુલાઈ 2021ના રોજ તપાસમાં રોહિત બાબુભાઈ ડાભીની બોગસ બિલિંગમાં સંડોવણીનો ખુલાસો થયો હતો. રોહિત ડાભીએ 64.64 કરોડના બિલો ઈસ્યૂ કરી 11.63 કરોડની કરચોરી કરી હતી. આરોપી રોહિત બાબુભાઈ ડાભીને 20 જુલાઈ 2021ના રોજ અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

બોગસ બિલિંગની મોડસ ઓપરેન્ડી
બોગસ બિલિંગના કેસોની મોડસ ઓપરેન્ડી મુજબ ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને નાણાંકીય પ્રલોભન આપી તેમના નામે પેઢીઓ ઉભી કરી રજિસ્ટ્રેશન કરાવવામાં આવે છે. આ પેઢીઓ બોગસ બિલિંગના ઓપરેટર દ્વારા ઓપરેટ કરવામાં આવે છે. જેને કારણે સરકારને કરોડોનું નુકસાન થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments