ભાવનગર : મુખ્યમંત્રીના હસ્તે કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું

0
0

મુખ્યમંત્રીએ ભાવનગરમાં ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત ભાવનગર કેન્સર કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો સર તખ્તસિંહજી હોસ્પિટલમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરીબહેન દવે, મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી પરસોત્તમભાઇ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ભાઇઓમાં મોં ના અને બહેનોમાં ગર્ભાશયના કેન્સર વધતાં જાય છે ત્યારે તેની સારવાર માટે પહેલાં જામનગર, સૂરત અને હવે ભાવનગરમાં કેન્સર હોસ્પિટલ શરૂ થઇ ગઇ છે. આ કેન્સર હોસ્પિટલથી ભાવનગર સાથે અમરેલી અને બોટાદના નાગરિકોને પણ લાભ મળશે.

અગાઉ કેન્સરની સારવાર લેવાં માટે બોમ્બે જવું પડતું હતું. અને કેન્સરની સારવાર પણ મોંઘી હતી. પરંતુ હવે આ કેન્સર હોસ્પિટલ શરૂ થઇ જવાથી અહીં જ સ્થાનિક સ્તરે સારવાર મળી જશે. આ કેન્સર હોસ્પિટલમાં રૂા. 32 કરોડનું રેડિયેશન સારવારનું મશીન મુકવામાં આવ્યું છે જેનાથી આધુનિક સારવાર ઉપલબ્ધ થશે તેની રૂપરેખા તેમણે આપી હતી.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આ વિકાસ કામોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂ.18.88 કરોડના ખર્ચે નિર્મિત 292 આવાસોનું ડિજિટલી લોકાર્પણ કર્યું હતું. તેમણે પ્રતિક રૂપે લાભાર્થીઓને આવાસની ચાવી પણ અર્પણ કરી હતી, દુઃખીરામ બાપા સર્કલ થી ટોપ- 3 સર્કલ સુધીના 4 કિ.મી.ના રૂા.10.99 કરોડના ખર્ચે તૈયાર થનાર આર.સી.સી. રોડનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. તથા ભાવનગર મહાનગરમાં નારી ખાતે ‘અમૃત’ યોજના અન્વયે રૂ.5.27 કરોડના ખર્ચે તૈયાર થયેલા પાંચ એમ.એલ.ડી ક્ષમતાના વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું.

સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ.2.25 કરોડના ખર્ચે સિટી બ્યૂટિફિકેશન તહેત નિર્માણ થયેલા નારી ગામના તળાવનું અને દુ:ખી શ્યામ બાપા સર્કલથી અધેવાડા તરફ ભાવનગર મહાપાલિકાની હદ સુધી રૂ.10.99 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા સી.સી. રોડના કામનું ખાતમુહૂર્ત ડિજિટલી કર્યું હતું.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જણાવ્યું હતું કે કોરોના કાળ દરમિયાન અન્ય રાજ્યોમાં સંપૂર્ણ લોકડાઉન લગાવ્યું હતું, જ્યારે ગુજરાત સરકારે નહોતું લગાવ્યું અને વેપાર રોજગાર શરૂ રાખવામાં આવ્યા હતા કોરોના કાળ દરમિયાન ગુજરાત રાજ્યમાં વિકાસની ગતિ અટકવા દીધી ન હતી સરકારે દોઢ વર્ષમાં 30 હજાર કરોડના વિકાસના કામો કર્યા હતા, અમારી ભાજપ સરકાર દ્વારા જ્યાં ખાતમુહૂર્ત કરે ત્યાં લોકાર્પણ પણ કરીએ છીએ, કૉંગ્રેસ પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે ખાલી વાતો નથી કરતી લોકો માટે વિકાસના કામો કરી ને બતાવે છે, અને કૉંગ્રેસ ભૂતકાળ માં બહેનો ને ખોટા રક્ષાબંધન ના દિવસે ખોટા મકાન ના ફોર્મ વેહચ્યા હતા અને જ્યારે અમે દરવર્ષે 5 લાખ આવસ અમે લોકો આપી રહ્યાં છીએ.

કોરોના મહામારી ની ત્રીજી લહેર શક્યતા ને લઈ સરકાર સંપૂર્ણ પણે વ્યવસ્થા કરી લીધી છે, તેમજ કોરોનામાં ગુજરાતમાં અત્યારે સુધીમાં 8.25 લાખ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે અને કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને વિજયભાઈ રૂપાણી દ્વારા શ્રધાંજલિ પાઠવામાં આવી હતી, ભાવનગરમાં કેન્સર હોસ્પિટલને ઝડપી શરૂ કરવા વિભાવરીબેન દવે નો પ્રયાસ કર્યો હતો, કારણે કે વિભાવરીબેન દવેના પતિ કેન્સરના કારણે મૃત્યુ પામ્યા હતા તેના કારણે બીજા કોઈ ઘરના સભ્યોના મોત ન થાય તે હેતુથી વિભાવરીબેન દવેએ ભાવનગરમાં ઝડપી કેન્સર હોસ્પિટલ બને તેવા પ્રયાસો કર્યા હતા, જેને લઈ આજરોજ લોકોર્પણ કરવામાં આવ્યું છે.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ એ તેની સ્પીચમાં સૌથી પહેલા ભારત ના નિર્માણ માટે જેમને પ્રથમ રજવાડું આપનાર ભાવનગરના નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ને યાદ કર્યા હતા, આ સાથે વધુમાં જણાવ્યું હતું કે ભાવનગરમાં નિર્માણ પામેલ કેન્સર હોસ્પિટલમાં અદ્યતન સાધનો મુકવામાં આવ્યા છે સૌરાષ્ટ્રવાસીઓ અને વિનામૂલ્યે કેન્સરની સારવાર મળશે ગુજરાત સરકારે કોરોના કાળ દરમિયાન કરોડો રૂપિયાની દવા ફાળવવામાં આવી હતી સાથે જ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં લેપ્રેસિ હોસ્પિટલ ખાતે સેન્ટ્રલ દવાનું ગોડાઉન બનાવવામાં આવશે.

ભાવનગરમાં કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ થયું છે ગુજરાતમાં કેન્સરના દર્દીઓ વધતા જાય છે એમાય ખાસ કરી ને સૌરાષ્ટ્રમાં તમાકુ ખાવાને કારણે પુરુષોમાં મોંઢા કેન્સર અને બહેનોમાં સ્તનના કેન્સર ગણી ફરિયાદ આવી છે ત્યારે રાજકોટ, ભાવનગર અને જામનગર ત્રણેય જગ્યાએ કેન્સર નાબૂદ કરવાની થેરાપી ના સાધનો એક-એક સાધનો 25 થી 30 કરોડનું આવતું હોય છે, જયારે પ્રાઈવેટમાં ખાસો ખર્ચો થાય છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા મફત ગરીબો ને સારવાર મળી રહે તે માટે આ ત્રણેય જગ્યાએ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે આજે ભાવનગરમાં કેન્સર હોસ્પિટલનો પ્રારંભ થયો છે. કોરોનામાં વધુ લોકો વેકસીન લે તેવી અપીલ મુખ્યમંત્રી અપીલ કરી હતી, આજે સાંજ સુધી માં ગુજરાતમાં 3 કરોડ ડોઝ પુરા થશે. ગુજરાતમાં વેકસીનેશના બંને ડોઝનું 50 ટકાને રસી અપાઈ ચુકી છે, વેકસીનેશમાં અંધશ્રદ્ધામાં કોઈ રહેવું ન જોઈએ, અવશ્ય વેકસીનેશ ની રસી મુકાવી જોઈએ, ગ્રામ્ય વિસ્તારમાં લોકોમાં જાગૃતા આવે તે માટે સરકાર પૂરતો પ્રયાસ કરશે, કૉંગ્રેસ સતત મોંઘવારીનો વિરોધ કરી રહી છે તે બાબતે પૂછતાં જણાવ્યું હતું કે કૉંગ્રેસ ના રાજામાં રોટી અને દાળ તેમજ પેટ્રોલના ભાવ વધ્યા હતા માટે કૉંગ્રેસએ વિરોધ કરવોનો કોઈ અધિકાર જ નથી…

આ અવસરે ભાવનગર મહાનગરના મેયર કીર્તિબાળા દાણીધરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ તેમજ ધારાસભ્યો સર્વ જિતુભાઇ વાઘાણી, આત્મારામભાઇ પરમાર, કેશુભાઇ નાકરાણી, આર.સી. મકવાણા, ભીખાભાઇ બારૈયા, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, મ્યુનિસિપલ કમિશનર એમ.એ.ગાંધી, કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જીલોવા, પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌર તથા સર ટી. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. જયેશ બ્રમ્હભટ્ટ, સર ટી. હોસ્પિટલના ડોક્ટરો તથા ભાવનગરની નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here