- Advertisement -
ભાવનગર:આગામી એક જૂલાઇથી રેલવેનું નવું સમયપત્રક બદલાશે. ત્યારે ભાવનગરવાસીઓ ટાઇમ ટેબલ પ્રત્યે અનેક બદલાવની અપેક્ષા રાખી રહ્યા છે. આમાં સૌથી મહત્વનું સુચન એ છે કે ભાવનગર ઓખા ટ્રેનને 30 મીનીટ વહેલી કરવામાં આવવી જોઇએ. આમ કરવાથી મહુવા-બાન્દ્રા અને સુરતની ટ્રેનને કનેક્શન આસાનીથી આપી શકાય તેમ છે. ભાવનગર-ગાંધીનગર ઇન્ટરસિટીમાં જવા-આવવાનો સમય સુધારવો જરૂરી છે. સવારે ઉપડવાનો સમય 5:30 આસપાસ રાખવો જોઇએ તેમ લોકો માની રહ્યા છે. કેટલીક ટ્રેનોમાં બિનજરૂરી હોલ્ટ પણ દૂર થવા જોઇએ તેમ લોકો ઇચ્છી રહ્યા છે. સુરતની ગાડી બોટાદમાં અઢી કલાક પડી રહે છે.