Tuesday, December 7, 2021
Homeભિવંડીના પરિવારે કરોડોનો કારોબાર છોડીને જૈન શાસનનો સંયમનો માર્ગ સ્વિકાર્યો
Array

ભિવંડીના પરિવારે કરોડોનો કારોબાર છોડીને જૈન શાસનનો સંયમનો માર્ગ સ્વિકાર્યો

સુરતઃગુરૂ ગૌતમ અને ચંદનબાલાના માર્ગે ચાલી રહેલા આ મુમુક્ષુઓને અમારા આશીર્વાદ છે. પ્રભુ વીરનો વેશ તો ધારણ કર્યો, પરંતુ પ્રભુ વીરની તેમને કૃપા પ્રાપ્ત થાઓ. આ સાથે જ સમગ્ર સમારોહમાં ભીવંડીના કરોડપતિ પરિવારની દીક્ષા સંપન્ન થઈ હતી. આચાર્ય ગુણરત્નસૂરિ સહિત 300 જેટલાં સાધુ-સાધ્વી ભગવંતોએ નવદીક્ષિતોને આશીષ આપ્યા હતા

કૈલાસનગર જૈન સંઘમાં આચાર્ય ગુણરત્નસૂરિ મહારાજની નિશ્રામાં ભીવંડીના મુમુક્ષુ સીમાબેન, રાકેશભાઈ પુત્રી શૈલી અને પુત્ર મીતની દીક્ષા સંપન્ન થઈ હતી. આ પ્રસંગે વહેલી સવારે મુમુક્ષુઓનો મંડપ પ્રવેશ થતાં જ અક્ષતથી વધાવાયા હતા. ત્યારબાદ ચારે જણાએ આચાર્ય ગુણરત્નસૂરિ પાસે યાચના કરતા પ્રભુ વીર અને ચંદનબાલાના વેશને ગ્રહણ કરવાની આજ્ઞા માગી હતી. જેવી આચાર્ય ગુણરત્નસૂરિ મહારાજે અનુમતિ આપતા જ સમગ્ર મંડપમાં દીક્ષાર્થીઓની જય હો.. ના નારા લાગ્યા હતા. તેની સાથે સંગીતના સૂરો સાથે યૌવનનું સુખ છોડનારા મહાન.. ધૂન વાગી હતી.

આચાર્ય ગુણરત્નસૂરિ મહારાજે સીમાબેનનું નામ સાધ્વી ગુણદૃષ્ટિરેખાશ્રી, પુત્રી શૈલીનું નામ સાધ્વી તત્વદૃષ્ટિરેખાશ્રી, પતિ રાકેશભાઈનું નામ મુનિ ચિન્મયરત્ન અને પુત્ર મીતનું નામ મુનિ મોહજિતરત્ન અપાયું હતું. આ સાથે આચાર્ય ગુણરત્નસૂરિ મહારાજની 414 દીક્ષા સંપન્ન થઈ હતી. ત્યારબાદ આચાર્ય રશ્મિરત્નસૂરિ મહારાજે આજે રવિવારના રોજ સાધ્વી ગુણાનંદીરેખાશ્રીની વડીદીક્ષાની જાહેરાત કરી હતી. આ સાથે કૈલાસનગર સંઘમાં અમદાવાદની 10 વર્ષની ખુશી અને મુંબઈના રાજશ્રીબેનને દીક્ષાના મુહુર્ત અપાશે. ત્યારબાદ ચાણસોલના નૂતન ઉપાશ્રય અને કૈલાસનગર સંઘમાં 14મીએ 8 દીક્ષાના કાર્યક્રમોની રૂપરેખા અપાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments