ભીમ એપ યૂઝર્સ માટે મોદી સરકારની વિશેષ ભેટ, કાલથી શરૂ થશે આ સુવિધા

0
0

જો તમે ભીમ એપનો ઉપયોગ કરી રહ્યા હો તો તમારા માટે આ સમાચાર મહત્વપૂર્ણ છે. કેમ કે, મોદી સરકાર કાલથી ભીમ એપ યૂઝર્સને મોટી ભેટ આપવાની છે. હકીકતમાં, મોદી સરકાર 21 ઓક્ટોબરે યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) આધારિત એપ અપડેટેડ વર્ઝન લોન્ચ કરશે. આ નવું અપડેટેડ વર્ઝન એક સાથે ઘણા બેન્કખાતાને લિંક કરી શકે છે.

મીડીયા અહેવાલ અનુસાર, ભીમ 2.0 સરકારનું મુખ્ય UPI એપ છે. આમાં સરકાર 4 નવા ફીચર જોડી રહી છે, જેમાં એક ઓટો બિલ, ઘણી ભાષાઓનો સપોર્ટ, IPO અને ઘણા બધા બેન્ક અકાઉન્ટને એક સાથે જોડવાની સુવિધા મળશે.

ઉલ્લેખનીય છે કે, ડિજિટલ ઈન્ડિયા મિશન હેઠળ પીએમ મોદી કેશ ટ્રાન્ઝેક્નને ઓછું કરવા માટે 30 ડિસેમ્બર 2016ને ભીમ એપ લોન્ચ કર્યું હતું. પીએમ મોદીએ ત્યારે કહ્યું હતું કે, આ સમયે કારોબાર નોટો અને સિકકાઓ દ્રારા થાય છે, એક દિવસ એવો આવશે કે તમામ વ્યાવસાયિક ટ્રાન્ઝેક્શન ભીમ એપ દ્રારા કરવામાં આવશે.

ભીમ એપ લોન્ચ કર્યા પછી મોટી સફળતા મળી હતી. ત્યાર બાદ 10 દિવસમાં એક કરોડ લોકોએ ડાઉનલોડ કરી હતી. પરંતુ ભીમ એપ એ સફળતાની કહાની ન લખી શકી જે Paytmએ લખી હતી. એટલું જ નહીં ભીમ એપ ટ્રાન્જેક્શન ઓછા થવા લાગ્યા છે. ભીમ એપથી પ્રત્યેક બેન્ક ટ્રાન્જેક્શનની માત્રા 38,000થી પણ ઓછી થઇ છે. ભીમ એપ દ્વારા બેન્ક ટ્રાન્જેક્શનની કુલ રકમ 68.06 કરોડ રૂપિયાથી 18 ટકા ઘટીને 55.88 કરોડ રૂપિયા થઇ ગઇ છે.

આ એપમાં બીજા ફિચર્સ જોડવાનો સરકારે નિર્ણય કર્યો છે. જેનાથી લોકમાં આ એપ અંગે આકર્ષણ વધી શકે. જેનાથી માર્કેટમાં ભીમ એપ એક સફળતાની કહાની રચી શકે. અત્યારે ભીમ એપ માટે આ ખાસ ફિચર્સ માર્કેટમાં પોતાની અલગ ઓળખ બનાવી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here